વડોદરા જીલ્લા કેળવણી મંડળ સંચાલીત શ્રીમતી એસ.સી.પી.એફ. કોમસૅ કોલેજ, ડભોઇ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

ડભોઇ, (વડોદરા)-પ્રવાસી પ્રતિનિધિ :-

વડોદરા જીલ્લા કેળવણી મંડળ સંચાલીત શ્રીમતી એસ.સી.પી.એફ. કોમસૅ કોલેજ, ડભોઇ દ્વારા તા.૦૫/૦૯/૨૦૨૩ ના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૧૫ જેટલા વિધાર્થીઓએ ઉત્સાહ પૂવૅક ભાગ લીધો હતો. તેઓને મંડળના પ્રમુખ શ્રી સશકાત પટેલ, મંડળના મંત્રી શ્રી ઠાકોરભાઈ પટેલ દ્વારા શુભેચ્છા પાઠવી હતી. ભાગ લેનાર તમામ વિધાર્થીઓને કોલેજના આચાર્ય શ્રી ડૉ. કેયૂર કે. પારેખ તથા શીક્ષકગણ દ્વારા ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પોગ્રામ ઓફીસર ડૉ. દિલીપસિંહ ઠાકોર, ડૉ.ઇમરાન પઠાણ અને ડૉ વંદના વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here