ખરીફ ૨૦૨૩-૨૪ માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ(PSS) હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાનાં ભાવે ખરીદી નોંધણી બાબત

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

ભારત સરકારશ્રી દ્વારા ખરીફ ૨૦૨૩-૨૪માં મગફળી માટે રૂ. ૬૩૭૭/- , મગ માટે રૂ. ૮૫૫૮/-, અડદ માટે રૂ. ૬૯૫૦/-, સોયાબીન માટે રૂ. ૪૬૦૦/-, પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. જે બાબતે સદરહું પાકોની પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાનાં ભાવે ખરીદી અન્વયે ખેડૂતોની નોંધણી તા. ૨૫/૦૯/૨૦૨૩ થી તા. ૧૬/૧૦/૨૦૨૩ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. સદરહું ખરીદી આગામી તા. ૨૧/૧૦/૨૦૨૩ થી શરૂ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here