જેતપુરપાવી તાલુકામાં સીહોદ પાસેથી પસાર થતા નેશ્નલ હાઈવે ૫૬ પર આવેલ ભરજ નદીનો બ્રિજનો પિલર બેસી જવાથી તકેદારીના ભાગરૂપે ટ્રાફિક ડાયવર્ઝન માટે જાહેરનામું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જીલ્લાના જેતપુરપાવી તાલુકામાં સીહોદ પાસેથી પસાર થતા નેશ્નલ હાઈવે ૫૬ પર આવેલ ભરજ નદીનો બ્રિજનો પિલર બેસી જવાથી તકેદારીના ભાગરૂપે ટ્રાફિક ડાયવર્ઝન માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું. બોડેલીથી છોટાઉદેપુર તરફ તા વાહનો મોડાસરચોકડી થઈ ગલી ચોકડી થઈ રતનપુર વનકુટીર ત્રણ રસ્સા જેતપુર પાવી મેઈન રોડ હાઈવે નં ૫૬ ઉપર ડાઈવર્ઝન આપેલ છે. પોલીસ અધિક્ષકની માંગણીને આધારે નીચે મુજબનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે.
મધ્યપ્રદેશ (MP) તરફથી આવતા ભારે વાહનો કવાંટ પો.સ્ટેના રણધા ચેક પોસ્ટ્સ, કવાંટ ડોન બોસ્કો ત્રણ રસ્તા, રંગલી ચોકડી, મોડાસર, બોડેલી, ડભોઈ થઈ વડોદરા તરફ જઈ શકશે
તેવી રીતે વડોદરાથી પ્રદેશ(MP) તરફ જવા માટે ભારે વાહનો ડભોઈ, બોડેલી, મોડાસર ચોકડી, રંગલી ચોકડી, કવાંટ ડોન બોરકો ત્રણ રસ્તા, રણધા ચેક પોસ્ટ વાળો રૂટ લઈ શકશે. વૈકલ્પિક રૂટ તરીકે આવવા જવા માટે તેજગઢથી ડુંગરવાટ થઈ વાકી ચોકડી થઈ સીહોદ તરફ લાઈટ વિહિકલ આ રૂટનો ઉપયોગ
કરી શકશે તેમજ અગાઉના ડાઈવર્ઝન મુજબ સરકારી વાહનો ચાલુ રહેશે આ જાહેરનામાં અન્વયે કાર્યપાલક ઇજનેર વડોદરા દ્વારા ડાયવર્ઝન અને ગતિ સીમા અંગેના સાઈન બોર્ડ લગાવવાના રહેશે, તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા જરૂરી પોલીસ બંદોબારાખવાનો રહેશે તા.૦૧/૦૯/૨૦૨૩ થી તા.૩૦/૦૯/૨૦૨૩સુધી, આબંને દિવસો સહીત આ જાહેરનામાંનો અમલ કરવાનો રહેશે આહુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની
કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર બનશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here