જોડીયા તાલુકાના હડીયાણામાં લોકો કોરોના મુક્ત રહે એ માટે પૂજા-પાઠ પ્રાર્થના કીર્તન શરૂ

જોડિયા,(મોરબી)
આરીફ દીવાન

હાલ સમગ્ર દેશ સહિત ગુજરાત ના શહેર જિલ્લા ગામ વિસ્તારમાં કોરોના હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે સરકાર સહિત સરકારી અધિકારીઓ અને સામાન્ય પ્રજા કોરોનાથી બચવાના પ્રયાસો અર્થે ઉકાળા કેન્દ્ર સહિતના નુસખાઓનો પ્રયાસ કરી ચૂક્યા છે ત્યારે જોડીયા તાલુકાના હડીયાણા ખાતે ભક્તિ ના ભેરુ કીર્તિ ભજન પૂજા પ્રાર્થના કરી કડીયાણા ગામ સહિત સમગ્ર દેશમાં સર્વે સમાજના લોકોને ભગવાન કુદરત અલ્લાહ કોરોનાવાયરસ થી મુક્ત રાખે તેવા હેતુસર હરિયાણા ગામ ખાતેઆવેલા બ્રાહ્મણ શેરીમાં મહિલા ઓ દ્વારા અધિક માસ નિમિત્તે કાઠા ગોરમાં ની પૂજન..કીર્તન.. દરરોજ સવારે કરી ને કોરોના મહામારી સમાપ્ત થાય તેવી પ્રાર્થના કરે છે….
મહિલા ઓ દ્વારા સમગ્ર ભારત દેશમાં કોરોના મુક્ત થાય અને સમગ્ર લોકો સુખમય જીંદગી જીવી શકે તેવી પ્રાર્થના કરે છે..હડિયાણા ગામે અધિક આસો માસ ચાલતો હોય મહિલાઓ દ્વારા કાઠા ગોરમાની પૂજા કરવા ની પરંપરા ચાલતી આવી છે. ત્યારે આ નિમિત્તે હડિયાણા બ્રાહ્મણ શેરીની મહિલાઓ દ્વારા કાઠા ગોરમા પાસે હાલમાં જે કોરોના મહામારીના લીધે સમગ્ર ભારત દેશ ના લોકો ની હાલાકી ભોગવી રહ્યા હોય અને દિવસે ને દિવસે લોકો કોરોના ના સકંજામાં આવતા જાય છે. અને લોકો પોતાનો જીવ પણ ગુમાવતા જાય છે. ત્યારે કાઠા ગોરમાની પૂજા કરતી મહિલાઓ એ કાંઠા ગોરમાં પાસે સમગ્ર દેશમાંથી કોરોના મહામારી દૂર થાય અને લોકો સુખમય જીંદગી જીવી શકે તે માટે કાઠા ગોરમાં પાસે પુજા પ્રાર્થના કરવામાં આવે છે. જે તસ્વીરમાં નજરે પડે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here