ગુજરાતની મોટાભાગની સરકારી હોસ્પિટલમાં સર્વરોગ નિષ્ણાંતની જગ્યા ખાલીખમ !?

મોરબી,
આરીફ દીવાન

“સ્વચ્છ ભારત” અને “સૌનો સાથ સૌનો વિકાસ” “ગુજરાતમાં વિકાસ માત્ર કાગળ પર”…

ગુજરાતમાં મોટાભાગના લાખો-કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા સરકારી દવાખાના માં જાણે ખાટલે મોટી ખોટ હોય તેમ લાંબા સમયથી સર્વે રોગ નિષ્ણાંત ના ડોક્ટરોની જગ્યા ખાલી ખાલી જ રહી છે ત્યારે હાલ કોરોના વાયરસ અંતર્ગત લોકો રોગનો ભોગ બની રહ્યા છે છતાં વિકાસ લક્ષી સરકાર ગુજરાતની સરકારી હોસ્પિટલમાં સર્વે રોગ નિષ્ણાતની ખાલી જગ્યા ભરવા બાબતે સતત નિષ્ફળ નીવડી હોય છતાં વિકાસ વિકાસ કરી સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી રહી છે જે આજના આધુનિક યુગમાં સામાન્ય મજૂર વર્ગ પણ મોબાઇલના માધ્યમથી સરકારી હોસ્પિટલ ના વિકાસ ને સોશિયલ મીડિયાના માધ્યમથી નિહાળી રહ્યો છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી દેશના વડાપ્રધાન સહિત વિરોધ પક્ષના નેતાઓ ગુજરાતની સરકારી હોસ્પિટલમાં સર્વે રોગ નિષ્ણાતની ખાલી જગ્યા તત્કાલ ભરાવવામાં કે ભરવામાં રસ ન હોય તેઓ ચિતાર સમગ્ર ગુજરાતની સરકારી હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે જેના પરિણામે ગરીબ દર્દી થી લઈ ડોક્ટરો વચ્ચે ઘણી વખત જીભાજોડી થવાની ઘટનાઓ પણ બને છે છતાં પણ વિકાસની વાતો કરનાર વિકાસલક્ષી સરકાર ના નેતાઓ ગુજરાતની સરકારી હોસ્પિટલનો વિકાસ ક્યારે કરશે? એ તો આવનાર સમય કેસે હાલ આનું નામ વિકાસ તેવો પ્રશ્ન દર્દીઓના અને તેના પરિવારોમાં ઉઠવા પામ્યો છે ગુજરાતની મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં સ્ત્રીરોગ નિષ્ણાત નો અભાવ બાળરોગ નિષ્ણાત નો અભાવ નાક કાન ગળાના નિષ્ણાત નો અભાવ ચામડી ના રોગના નિષ્ણાત નો ભાવ દાંત ના નિષ્ણાત નો અભાવ ઘણા બધા રોગોના તબીબો ની જગ્યા ગુજરાતના સરકારી હોસ્પિટલોમાં આજની તારીખે ખાલી ખાલી જ રહી છે જેના પરિણામે ગરીબ દર્દીઓ રોગનો ભોગ બની રહ્યા છે અને લાખો કરોડોના ખર્ચા કરીને બનાવવામાં આવેલી મોટી મસ્ત સરકારી હોસ્પિટલો માં મોટાભાગે ખાટલે ખોટ રહી છે એ વાતને કોઈ શંકાને સ્થાન નથી ખરા અર્થમાં ગરીબ દર્દીઓની સારવાર સરળ અને ઝડપી સરકારી હોસ્પિટલમાં મળે તેવી વ્યવસ્થા કરે તે જ વિકાસ કહેવાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here