જાંબુઘોડા તાલુકામાં આવેલ ડુમા ગામમાં નરેગા કામમાં ત્રણ કરોડના ભ્રષ્ટાચારની બૂમ…

જાંબુઘોડા,(પંચમહાલ) એસ વી ચારણ (બોડેલી) :-

જાંબુઘોડા તાલુકામાં આવેલું ડુમા ગામ માં નરેગા કામમાં ત્રણ કરોડનો ભ્રષ્ટાચાર થયો છે તેવુ ડુમા ગામના માજી કાયદા મંત્રી શ્રી ઉદેસિંહ બારીયા સાહેબે જણાવ્યું હતું ડુમા ગામમાં રહેતા ગામ જનો સાથે રહીને ગામમાં હલ્લાબોલ કર્યો હતો ભ્રષ્ટાચારની તપાસ કરો નારા લગાવ્યા હતા ડુમા ગામમાં રહેતા અક્ષય બારીયા એ જણાવ્યું હતું કે તારીખ 8 10 21 ના રોજ જાંબુધોડા ડીડીઓને પણ જાણ કરી હતી કે નરેગા કામમાં ભ્રષ્ટાચાર બાબતે એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું તેમજ કલેકટર સાહેબ ને પણ આપવામાં આવ્યું હતું પણ અત્યાર સુધી કોઈ એવું તપાસ થઈ નથી ડુમા ગામમાં નરેગા ગામ માં જેટલું મટીરીયલ પાસ થયો એટલું મટીરીયલ પડ્યું ન હતું જેવા કે પાવર બ્લોક આર સીસી રોડમાં પણ ભ્રષ્ટાચાર થયો એવું જણાવ્યું હતું તેમજ આગામી આ કામની કોઈ કાઈ નિરાકરણ નહીં આવે તો અમે ગામના ગ્રામજનો સાથે બધા મળીને જાંબુઘોડા તાલુકા પંચાયતમાં ઉપવાસ ઉપર ઉતરશુ તેમ જણાવ્યું હતું અને આ કામમાં ગામના મજુર કામ કરી શકે તો તપાસ કરતાં દેવગઢ બારીયાના મજુર જોવા મળ્યા હતા હકીકત તો ગામ મા રહેતા ગરીબ માણસોને મજુરી નો લાભ આપવો જોઇએ તેમ ગ્રામજનોનું કહેવું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here