છોટાઉદેપુર : બોડેલી તાલુકાના વાજપુરમા સેવા સેતું કાર્યક્રમ યોજયો

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વો ચારણ :-

અલગ અલગ અરજી મળી ૪૨૫૬ જેટલી અરજી ઓનો નિકાલ કરવામા આવ્યો

બોડેલી તાલુકાના વાજપુર માં સેવા સેતુ નો સાતમા તબક્કાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં આજુબાજુના ગામડાઓ ના લાભાર્થી ભારે ઉત્સાહ ભેર આવી પોતાના પ્રશ્નો હલ થતા લાભાર્થી ઉમટી પડ્યા હતા તાલુકા પંચાયત ને લગતા અને મામલતદાર વિભાગમાં લગતા કામો નો સ્થળ પર નિકાલ કરવા આવતા લોકો એ લાભ લીધોહતો. આ સેવા સેતું કાર્ય ક્રમ મા બેંક.ઓફ.બરોડા ના લગતા કામો નો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. અને આ સેવા સેતું કાર્યક્રમ યોજી લોકોને ઘરે બેઠા કામો થઈ જતા લોકો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અને બોડેલી એસટી વિભાગ પણ સેવા સેતુ કાર્યક્રમ આવીને સ્કૂલના વિદ્યાર્થીઓ નાપાસ પણ કાઢી આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સિંચાઇ સમિતિના ચેરમેન સુભાષભાઈ રાઠવા અને તાલુકા સદસ્ય સંજયભાઇ રાઠવા અને લઘુમતી મોરચાના પૂર્વ પ્રમુખ ઈશા ભાઈ જુઝારા તથા વિક્રમભાઈ રાઠવા અને કનુ ભાઈ રાઠવા થતા અલગ પંચાયતના સરપંચો આ કાર્યક્રમમાં હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here