છોટાઉદેપુર : બોડેલી તાલુકાના ગ્રામ પંચાયત ઓપરેટર (વીસીઇ) મંડળ દ્વારા વર્ગ -૩ માં સમાવેશ કરી વીસીઇ ને કાયમી કરવા રજુઆત

બોડેલી,(છોટાઉદેપુર)
ઇમ્તિયાઝ મેમણ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગ્રામ પંચાયત ઓપરેટર સાહસિક (વીસીઇ) મંડળ દ્વારા વર્ગ -૩ માં સમાવેશ કરી વીસીઇ ને કાયમી કરવા સહિતની વિવિધ માંગણી તેમજ વીસીઇ કર્મચારીના પ્રશ્ન સાથે મુખ્ય મંત્રી, ચેરમેન, મંત્રી, પંચાયત મંત્રી, મુખ્ય સચિવ, છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં પોસ્ટ ઓફીસ દ્વારા પોસ્ટ કવર મોકલી રજુઆત કરી છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં કુલ 79 ગ્રામ પંચાયત આવેલી છે. જેમાં 79 જેટલા વીસીઇ ફરજ બજાવે છે વીસીઇ કર્મચારીઓ નાગરિકોને સાત-બાર, આઠ-અ, ના નમુના નંબર, છ ના હક્કપત્રક, ગેસબીલ, રેશનકાર્ડની કુપન, જન્મ મરણની એન્ટ્રી,પાણી પત્રક, તેમજ સરકાર દ્વારા કરાવવામાં આવતી અન્ય કામગીરી કરે છે સરકારી મુજબ વીસીઇ ને પગાર આપતો નથી. વીસીઇ કમિશન ઉપર જ કામ કરવાનું હોય છે જેને લઈ હાલ મોંઘવારીમાં એક ગ્રામ પંચાયત કચેરી વીસીઈ પગાર વગર સેવા કરી રહ્યો છે. વીસીઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. આ મોંઘવારીમાં વીસીઈ પગાર વગર કામ કરીને આર્થિક ભાંગી ચુક્યો છે બોડેલી તાલુકાના ગ્રામ પંચાયત ઓપરેટર સાહસિક (વીસીઇ) મંડળ દ્વારા વર્ગ -૩ માં સમાવેશ કરી વીસીઇ ને કાયમી કરવા સહિતની વિવિધ માંગણી તેમજ વીસીઇ કર્મચારીના પ્રશ્ન સાથે મુખ્ય મંત્રી, ચેરમેન, મંત્રી, પંચાયત મંત્રી, મુખ્ય સચિવ, છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં પોસ્ટ ઓફીસ દ્વારા પોસ્ટ કવર મોકલી રજુઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here