તિલકવાડા નગરના ચામડિયા ઢોળ વિસ્તારના ગણેશજીના પંડાલમાં 56 ભોગ અન્નકોટ ધરવામાં આવ્યો : જેના દર્શનનો ભાવિ ભક્તોએ લાભ ઉઠાવ્યો

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

હાલમાં ગણેશ ચતુર્થીનો પવિત્ર ત્યોહાર ચાલી રહ્યો છે આ ત્યોહર નો ભાવિ ભક્તો માં ભારે મહિમા રહેલો છે તિલકવાડા નગરમ અલગ અલગ વિસ્તારોમાં સુંદર સુશોભન સાથે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરીને ભાવી ભક્તો અલગ અલગ રીતે બાપા ની સેવા કરી ને પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે.

તિલકવાડા ના ચામડિયા ઢોળ વિસ્તારમાં પણ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે ગણેશજી ની પ્રતિમાની સ્થાપના ના નવમા દિવસે ચામડિયા ઢોળ વિસ્તારના ગણેશ પંડાલમાં 56 ભોગ અન્નકોટ ગણેશજી ને ધરાવવામાં આવ્યો જેમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને ભગવાન ગણેશજીને ધરવામાં આવી જેનો ભાવિ ભક્તોએ લાભ ઉઠાવતા ગણપતિ બાપ્પા મોરિયા આદધુ લાડુ ચોરયા ના નાદ થી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યું હતું.

ભગવાન ગણેશજીને છપ્પન ભોગના અન્નકોટ ધરાવ્યા બાદ પ્રસિધ્ધ કથાકાર વિરંચીપ્રસાદ શાસ્ત્રીજી / મણીનાગેશ્વર મંદિર ના સંત સાહેબ જી / તિલકવાડા મામલતદાર આર જે ચૌહાણ / તિલકવાડા ગ્રામ પંચાયત સરપંચ અરુણભાઈ તડવી / સહિત અન્ય મહાનુભાવોએ ભગવાન ગણેશજીની આરતી ઉતારી આરતી ઉતાર્યા બાદ બે મિનિટનું મૌન પાડીને કોરોના કાળમાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપી હતી ત્યાર બાદ કેક કાપી ને ગણેશજીની બર્થડે ઉજવવામાં આવી હતી અમે ભગવાન ગણેશજી પાસે સમગ્ર વિશ્વમાંથી કોરોના નો નાશ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here