છોટાઉદેપુર : બોડેલી તાલુકાના ગણેશવડ ગામના ગ્રામજનો અને ખેડૂતો રસ્તાના અભાવે કીચડ-કાદવમાં ચાલવા મજબૂર…

બોડેલી,(છોટાઉદેપુર)
ઇમ્તિયાઝ મેમણ

સંખેડા અને બોડેલી તાલુકાને જોડતા કાચા માર્ગને પાકો બનાવવા માટે વર્ષોથી લોક માંગ ઉઠી રહી છે

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ગણેશવડ ગામના ગ્રામજનો તેમજ ખેડૂતોને રસ્તાના અભાવે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અનેક ખેડૂતોના ખેતર ગણેશવડ – લઢોદના રસ્તા પર આવેલા છે જેને લઈ ખેડૂતો તેમજ લોકોને કાદવ કીચડ વાળા રસ્તા પર પસાર થવાનો વારો આવ્યો છે. ગણેશવડ નજીક લઢોદ ગામ ફક્ત દોઢ – બે કિમિ ના અંતરે આવેલું છે પણ ચોમાસાના સમયે ગણેશવડના ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારના લોકોને દસ કિમિનો લાંબો ફેરો થયો હોય છે આ રસ્તા પર કોઈ પણ વાહન જઈ શકે તમે નથી. તેમજ ખેડૂતોને ચાલીને જ પોતાના ખેતરો સુધી જવું પડે છે. આ સમસ્યા આજ નથી વર્ષોની સમસ્યા છે. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે નેતાઓ વોટ લેવા મોટા મોટા વાયદા કરે છે અને ત્યાર બાદ “કહેતા ભી દિવાના ઔર સૂનતા ભી દિવાના” જેવો હાલ થાય છે, પહેલા પણ આ ગામના ગ્રામજનોએ અનેક સમસ્યાને લઈને ચુંટણીનો બહિષ્કાર કર્યો હતો.

વહીવટી તંત્ર અને નેતાઓને પોતાની વ્યથા જણાવ્યા બાદ પણ ગ્રામ્યજનોની સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા ગતવર્ષે તેમની સમસ્યાનું સમાધાન તેમણે જાતે કર્યું હતું. ખેડૂતોએ સ્વભંડોળ ભેગું કરી આત્મનિર્ભર બની રસ્તો બનાવ્યો હતો પણ આ વર્ષે ખેડૂતોની આર્થિક સ્થિતી સારી ન હોય તે રસ્તાની મરામત કરી શકતા નથી. પોતાના ખેતરમાં જવા આવવા માટે જગતનો તાત વર્ષોથી હાલાકી વેઠી રહ્યો છે ત્યારે સતત ખેતીમાં નુકશાનીને લઈ આર્થિક રીતે તૂટી ગયેલા ખેડૂતો માટે સરકાર તેઓની પડખે આવી પાકો રસ્તો બનાવે તે જરૂરી બન્યું છે

રાજેન્દ્ર રાઠોડ – ખેડૂત
ગણેશવડથી લઢોદનો રસ્તો છે જે અમે વારંવાર રજૂઆતો કરી સરકારને કે જો આ રસ્તો બની જાય તો બધા ખેડૂતોની મુશ્કેલીઓ દૂર થાય, અહીંયા બધા ખેતરમાં જવા માટે પગપાળા જવા માટે બોવ તકલીફ પડે છે અહીંયા ટ્રેકટર કે બીજા વાહનો જતા નથી આ રસ્તો સીધો સંખેડા તાલુકાને જોડે છે આ રસ્તેથી પસાર થવામાં ઘણી તકલીફ પડે છે સરકારને ઘણી રજુઆત કરી તો પણ સરકારે આ વસ્તુઓને દૂર કરવામા માટે કોઈ પ્રયત્ન કર્યો નથી અને નેતાઓ ખોટા ખોટા વાયદા કરે છે અમારી માંગણી પુરી થઈ નથી.

રુદ્રદત્ત રાઠોડ – ખેડૂત
ચોમાસામાં ઘણી તકલીફ પડે છે કોઈ પણ સાધન જતું નથી અમારે ચાલતા જવું પડે છે ખેતર જવું હોય તો પણ વિચાર કરવો પડે છે આ રસ્તો ગણેશવડથી લઢોદને જોડતો રસ્તો છે કોઈ વાહન જઈ શકતું નથી ટ્રેકટર જાય તો ટ્રેકટર ફસાય જાય બે ત્રણ ટ્રેકટર જાય તો ત્રણેય ફસાય જાય નાનું ટ્રેકટર જતું જ નથી અમારે ચોમાસામાં વરસાદ પડ્યા પછી ખેડ કરાવી હોઈ તો ખેડ પણ થતી નથી ચકરાવ લગાવો હોઈ તો લઢોદ ફરીને જવું પડે અમારે દસ કિલોમીટર અંતર થઈ જાય.

સરસ્વતીબેન – ખેડૂત
અમારે એક – બે કિલોમીટર દૂર ખેતર છે કાયમ જ રોજ રસ્તાનો પ્રોબ્લમ છે રોજ આવા જવા માટે હાલત ખરાબ થાય છે અને પડી પણ જવાય છે કોઈ જગ્યાએ બીજો રસ્તો છે જ નથી અને અમારે આ જ રસ્તો છે અને કેટલાક લોકો આવે છે અને કેટલાક જતા રહે છે વોટ લઈને જતા રહે છે પછી રાજા બની જાય છે પછી કોઈ જોતા જ નથી. હા બનાવી આપીશુ પછી કોઈ જોવા જ નથી આવતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here