બોડેલી : ટવેરા કારમાં હેરફેરી કરાતાં ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત ચાર બુટલેગરોને પોલીસે ઝડપી પાડ્યા…

બોડેલી,(છોટાઉદેપુર)
ઇમ્તિયાઝ મેમણ

વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ તથા છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં પ્રોહી જુગારની પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત – નાબુદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અમલદારઓને પ્રોહીની પ્રવૃતિ હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત – નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ જે આધારે છોટાઉદેપુર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડની સુચના અને માર્ગદર્શન મુજબ બોડેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ.સરવૈયા તેમજ સ્ટાફના પોલીસ કર્મીઓ નાઈટ રાઉંડ પેટ્રોલીંગમા હતા તે સમય દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે કુંદનપુર ત્રણ રસ્તા પાસે એક સફેદ કલરની ટવેરા ગાડી રજી નં . GJ – 07 – AN – 9300 માં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ -૧૭૮ કિ.રૂ .૮૧,૨૬૦ ના પ્રોહી મુદામાલ સાથે (૧) દીપાભાઈ પસનાભાઈ ભુરીયા રહે – મકવાડ આંબા ફળીયા તા – સોઢવા જી – અલીરાજપુર મધ્યપ્રદેશ (૨) અરવિંદભાઇ ખુમાનભાઇ સેમલ રહે – મથવાડ આંબા ફળીયા તા – સોઢવા જી – અલીરાજપુર મધ્યપ્રદેશ (૩) રાવજીભાઇ રામસીંગભાઇ ભુરીયા રહે – મકવાડ આંબા ફળીયા તા – સોઢવા જી – અલીરાજપુર મધ્યપ્રદેશ (૪) દિનેશભાઇ આરસીયાભાઇ સેમલા રહે – મકવાડ આંબા ફળીયા તા – સોઢવા જી – અલીરાજપુર મધ્યપ્રદેશ, આમ ચાર ઇસમો ની ધરપકડ કરી ટવેરા ગાડી રજી નં . GJ – 07 – AN – 9300 ની કિ.રૂ .૪,૦૦,૦૦૦ તથા એક બજાજ પલ્સર મો.સા. કિ.રૂ .૯૦,૦૦૦ તથા મોબાઈલ નંગ -૪ ની કિ.રૂ .૯૦૦૦ ગણી કુલ કિ.રૂ. ૫,૮૦,૨૬૦ નો મુદામાલ તપાસ અર્થે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here