ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશ વસાવએ આખરે ભાજપાનો ભગવો ધારણ કર્યો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

દેશ કૉંગ્રેસ મુક્ત થવાને બદલે હવે ભાજપા કૉંગ્રેસ યુક્ત બની રહી છે!!!

સાંસદ મનસુખ વસાવા એ હરેશ વસાવા ના પ્રવેશ ને વખોડયો પોતાની સંસ્થાઓ ના ભ્રષ્ટાચાર છુપાવવા ભાજપા મા જોડાયા નો આરોપ

ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા જાહેરમાં મીડિયા સમક્ષ અનેક વાર ઘટસ્ફોટ કરી ચુક્યા હતા, કે ચૈતરભાઈ વસાવા અને હરેશભાઇ વસાવા ભાજપમા જોડાવા માંગે છે

નર્મદા જિલ્લા કોંગ્રેસના આગેવાન અને પ્રદેશ કોંગ્રેસ ના મંત્રી હરેશ વસાવા ભાજપમાં જોડાવાના છે એવી અંદરખાને ચર્ચા ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી,ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા પણ જાહેરમાં મીડિયા સમક્ષ અનેક વાર ઘટસ્ફોટ કરી ચુક્યા છે, કે ડેડીયાપડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી હરેશભાઇ વસાવા ભાજપમા જોડાવા માંગે છે. પરંતુ કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર ન હતું.ત્યારે આજરોજ કોંગ્રેસના હરેશ વસાવા હવે ભાજપના હરેશભાઈ વસાવા બની ગયા છે .

તેમણે સુરત જઈને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં અને નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરી ના ચેરમેન અને નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની હાજરીમાં અને પોતાના પિતા જયંતીભાઈ વસાવાની સાથે તેમણે ભાજપ નો ખેસ ધારણ કરી લીધો છે અને મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો પણ તેઓની સાથે ભાજપમાં જોડાયા છે અને કોંગ્રેસમાંથી છેડો ફાડી નાખ્યો છે.
સાથે સાથે નર્મદા જિલ્લા કોંગ્રેસ યુવા પ્રમુખ અજય વસાવા અને મહામંત્રી મેહુલ પરમારે પણ પોતાના રાજીનામાં ગુજરાત કોંગ્રેસ ના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ને મોકલી આપ્યા હોવાનું જાણવા મળેલ છે.ત્યારે હાલમાં નર્મદા જિલ્લાના રાજકારણ માં ગરમાવો જણાઈ રહ્યો છે.

મનસુખભાઈ વસાવા ની કહેલી વાત મુજબ આમ આદમી પાર્ટી નાં ધારાસભ્ય ચૈતર વસાવા પણ બીજેપી માં જોડાઈ તે વાત ને નકારી શકાય નહિ ની ચર્ચાઓ લોકો મા વેહતી થયી છે.

આ મામલે સાંસદ મનસુખ વસાવા એ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યુ હતુ કે હરેશ વસાવા અને તેના પિતા જયંતિ વસાવા પોતાની શૈક્ષણિક સંસ્થાઓમાં આચરેલા ભ્રષ્ટાચારને છુપાવવા માટે ભાજપા માં જોડાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here