ગોધરાની શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ માનવ રક્ષક એવા માસ્કનું વિનામૂલ્યે વિતરણ કર્યું…

ગોધરા,(પંચમહાલ)
સાજીદ શેખ

સમસ્ત ભ્રમાંડ ઉપર માનવ જીવનના વસવાટ માટે ધરતી એક માત્ર વિકલ્પ છે અને હવે એના ઉપર પણ કોરોના વાયરસ નામક અદ્રશ્ય રાક્ષસી જંતુઓએ આક્રમણ કરી દીધો છે. આજે સમય એવો આવ્યો છે કે આત્યાધુનિક ટેકનોલોજી થકી અવનવા આવિષ્કારો શોધનારા વૈજ્ઞાનિકો હાલ સુધી બે લાખ જેટલા જીવોનો ભોગ લેનાર માનવભક્ષી એવા કોરોનાને નાથવા એક દવાનું ટીપું શોધી નથી શક્યા..!! આવા કપરા સમયમાં ભારતીય સંસ્કૃતિમાં માનનારા સીધા-સાદા ભારતના ગરીબ નાગરિકો ઓગળતા બરફની જેમ રેડાઈ રહ્યા છે. લોકોના દિલો-દિમાગમાં કોરોનાનો ભય પ્રસરાય ગયો છે. તેમછતાં અખંડ ભારતની સંસ્કૃતિમાં વિશ્વાસ રાખનારા અનેક માં ભારતીના લાલ આજે જનહિતના રક્ષક બનીને દેશવાસીઓ માટે પ્રત્યક્ષ કે પછી પરોક્ષ રીતે મદદ કરવા આગળ આવ્યા છે.

મળતી માહિતી મુજબ ગોધરાની જાણીતી સેઠ પી.ટી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના એન.એસ.એસ. વિભાગના વિદ્યાર્થીઓએ હાલ જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે એવા સમયમાં માસ્ક વિતરણ કરી સમાજ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિદ્યાર્થીઓએ સમાજમાં હકારાત્મક વલણ આવે અને લોકો ખાસ માસ્ક પહેરે તેવા હેતુથી ગોધરાની આદિવાસી કોલોની ખાતે નાના બાળકો, વૃદ્ધો, ભાઈઓ અને બહેનોને માસ્ક વિતરણ કર્યું હતું. આ ઉપરાંત ખાસ નારી કેન્દ્રમાં રહેતી બહેનો ઉપરાંત ચિલ્ડ્રન હોમ ગોધરા ખાતે રહેતા બાળકો અને સમગ્ર સ્ટાફ ને પણ માસ્ક વિતરણ કરીને માસ્ક પહેરવા પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓએ લોકોને ખાસ માસ્ક નું મહત્વ પણ સમજાવ્યું હતું. લોકોએ વિદ્યાર્થીઓનો ખાસ આભાર માન્યો હતો. સમગ્ર પ્રોગ્રામનું આયોજન અને સંચાલન આસિસ્ટન્ટ પ્રોફેસર, અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. રૂપેશ નાકરે કર્યું હતું, તથા સમગ્ર પ્રોગ્રામ માટે કોલેજના પ્રિન્સિપાલ ડો. એમ.બી. પટેલે સુભકામના આપી હતી. વિદ્યાર્થીઓના સુંદર કાર્યને શ્રી ગોવિંદ ગુરુ યુનિ. ના કુલપતિશ્રી, ડો. પ્રતાપસિંહ ચૌહાણ, કુલસચિવ શ્રી, ડો. અનિલ સોલંકી, કોર્ડિનેટર, ડો. નરસિંહ પટેલ તથા મીડિયા કન્વીનર ડો. અજય સોની સહિતના અધિકારીઓએ પ્રવૃતીને બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here