ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બોડેલી તાલુકાના વાઘવા ગામે ગ્રામ પંચાયતે દારૂ બંધી માટે કરવો પડ્યો ઠરાવ

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નવા નિમાયેલા સરપંચે દારૂ બંધી માટે કરી પહેલ

બોડેલી તાલુકાના વાઘવા ગામે નવા નિમાયેલા સરપંચ સભ્યો વડીલો અને ગ્રામજનો સહિત ગામમાં ચાલતા દુષણ ને રોકવા માટે પહેલ કરવામાં આવી છે જેમાં વાઘવા ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ ગ્રામસભા તા.29/1/2022 ને શનિવારના રોજ કરવામાં આવ્યું હતું જેમાં ગામમાં ચાલતા ગેર કાયદેસર દારૂના અડ્ડા સદંતર બંધ કરવા માટે ગ્રામજનોની રજુઆત થઈ હતી જે સર્વાનુમતે ગ્રામસભામાં મંજુર કરેલી હતી અને હવે જો ગામમાં દારૂ બનાવનાર કે વેચનાર પકડાય તો તેના પાસેથી ₹21000/- દંડ પેટે લેવામાં આવશે અને જો એ વ્યક્તિ ગુનો કરતા બીજીવાર પકડાય તો ₹51000/- નો દંડ કરવામાં આવશે તેવું ગ્રામસભામાં ગ્રામજનોએ નક્કી કરેલ છે અને ઠરાવમાં ઉલ્લેખ કારેલ છે કે વાઘવા જૂથ ગ્રામ પંચાયતમાં દારૂના અડ્ડા ચલાવેછે તેમજ વેચાણ કરેછે તે લોકોને જણાવવાનું કે નોટિસ મળ્યાના દિન 5 માં આ દારૂ વેચવા અને બનાવવા ની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા જણાવવામાં આવેલ છે જેની તમામે ગંભીર નોંધ લેવી એવા ઠરાવો વાઘવા જૂથ ગ્રામ પંચાયતે કરેલ છે અને ગામમાં ચાલતા દુષણને સંપૂર્ણ પણે બંધ કરવા ગ્રામજનોની માંગ ઉઠી છે અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ ગામમાં ખુલ્લેઆમ વેચાતો દારૂ અને દારૂ બનાવવો એ બંને કાર્ય થઈ રહ્યા છે તો શું અત્યાર સુધી કોઈ તંત્ર દ્વારા કેમ પગલાં ન લેવાયા આ એક પ્રશ્નો ઉદ્દભવ્યો છે અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર બોડેલી પોલીસ સ્ટેશન ખાતે વાઘવા જૂથ ગ્રામ પંચાયતે પોતાની લેટર પેડ પર લખી ને આપેલ છે હવે આગળના પગલા પોલીસ શુ લેશે તે જોવાનું રહ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here