નસવાડી : આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ જશુભાઈ ભીલએ કંડક્ટરની નોકરી અપાવવા લાંચ લીધાના આક્ષેપનો વિડિઓ વાયરલ થતા ભાજપ પાર્ટીમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરાયા

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

એસટી વિભાગમાં નોકરી આપવાનું હતું કૌભાંડ….ભાજપ પાર્ટી માંથી 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ

જી.એસ.આર.ટી.સી ના પૂર્વ ડાયરેક્ટર છે જશુભીલ ભાજપ ના વરિષ્ટ નેતા તરીકેની છાપ ધરાવતા હતા વાયરલ વિડીઓએ કર્યો પર્દાફાશ

નસવાડી તાલુકાના રાયસિંગપુરા વસાહત મા રહેતા ભાજપના મહાન નેતા તરીકેની છાપ ધરાવતા જશુભીલ જે છોટાઉદેપુર ના પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ નો જૂનો વિડિઓ વાયરલ થતા જિલ્લામાં ખળભળાટ મચી જવા પામી છે જેતપુર તાલુકાના કદવાલ ગામના યુવાન સાથે થયો છે હળહળતો અન્યાય જેમાં કંડકટર ની નોકરી આપવા બાબતે પૈસા ની લેવડ દેવડ થઇ હતી પરંતુ યુવાન ને નોકરી ન મળતા વીડિયો કર્યો વાયરલ જેમાં જશુભીલ જે તે વખતે એસટી ના ડાયરેક્ટર હતા અને એ દરમિયાન એસટી માં ભરતી આવેલ હતી જેને લઈ કદવાલ ના યુવાને નોકરી મેળવવા જશુભીલ જોડે પૈસાની લેવડ દેવડ કરી હતી અને એ બનાવને ચાર વર્ષ થયાછે પરંતુ નોકરી મળી નથી અને કદવાલનો યુવાન જશુભાઈને મળવા આવેલ પરંતુ લોકડાઉન નું બહાનું કરી હું અમદાવાદ ઓફીસ ખુલશે તો રૂપિયા લઈ આવીશ એમ જણાવેલ જે વીડિયોમાં સંભળાય છે પરંતુ રૂપિયા ચવાય ગયા હોવાથી વીડિયો વાયરલ કર્યો છે એમ જાણવા મળેલ છે વીડિયો વાયરલ વીડિયોમાં ચર્ચા દરમિયાન યુવાને જશુભીલને પ્રશ્ન પૂછ્યો એસટી નિગમમાં નોકરી અર્થે 16 મેં 2018 માં આપેલા પેમેન્ટ ને બે વર્ષ થઈ ગયા છે છતાં કશું થયું નથી અને મેં તો વ્યાજે પૈસા લઈને તમને આપ્યા હતા જેના જવાબમાં જશુભીલ જણાવી રહ્યા છે કોરોના આવી જતા લોકડાઉન થઈ જતા કશું થયું નથી મેં પણ જેને રૂપિયા આપ્યા હતા તેમની પાસેથી લઈ આવું એસટી નિગમની ઓફિસો ખુલે એટલે પૈસા લઈ આવીશ તમે બધું ભાષણ કરશો તો હું કશું કરી શકું નહી એક વર્ષ જૂનો વિડિઓ વાયરલ થતા સમગ્ર રાજકારણ માં ચર્ચાનો વિષય બન્યો છે અને એ જશુભીલ 2007 માં 143 વિધાનસભા ની ચુટણી લડી ચકેલા છે અને આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ એ કૌભાંડ કર્યુંછે એવી વાતો વાયુ વેગે ફેલાતા ચકચાર મચી જવા પામીછે
આ બનાવના પગલે નસવાડી તાલુકામાં ચર્ચા ચાલી રહીછે કે આજે તો એક વીડિયો વાયરલ થયો છે આવતો કેટલાક રૂપિયા ઉતર્યા હશે અને આવી એમના કાર્યકાળમાં કેટલીક ભારતીયો આવી હશે એમાં કેટલાક યુવાનોનું શોષણ થયું હશે અને આતો વીડિયો વાયરલ થયો ત્યારે લોકોને જાણ થઈ કે આવું પણ ચાલેછે પરંતુ કેટલાક રૂપિયા આવી રીતે જશું ભાઈએ ખાધા હશે તેવી ચર્ચાઓ નસવાડી ગામમાં વાયુ વેગે પર્સરી રહી છે અને આ બનાવની ચર્ચાઓ એ જોર પકડ્યું છે
જશુભીલ ના જણાવ્યા પ્રમાણે મારી કારકિર્દી પર દાગ લગાડવાનો પ્રયાસ કરાયોછે મારી છાપ સારીછે એટલે વિરોધીઓએ આવું કર્યુછે હું કોઈને ઓળખતો નથી અને મેં કોઈ પૈસા લીધા નથી કોઈએ એડિટ કરી મારો વીડિયો બનાવ્યો હોય એવુ લાગેછે અને વિધાનસભા ની ચૂંટણી આવવાની છે એટલે મારી છબી ખરાબ કરવાનું કોઈ કામ કરી રહ્યું છે
પરંતુ જશુભીલ નો વિડિઓ વાયુ વેગે વાયરલ થતા એની જાણ ભાજપ પાર્ટીને થતા ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ સી આર પાટીલના આદેશ અનુસાર શિસ્તભંગ ના પગલા અન્વયે પક્ષમાંથી તાત્કાલિક અસર થી છ વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે જે પક્ષનો લેટર તસ્વીરમાં જણાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here