ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લઘુમતી વિભાગ સોશિયલ મીડિયા ચેરમેન જુનેદ પટેલએ DRM VADODARA ને પાલેજ રેલવે ક્રોસિંગ દરમિયાન વાહન ચાલકોને પડતી હાલાકી બાબતે કરી રજૂઆત

ભરૂચ, પ્રવાસી પ્રતિનિધિ :-

ભરૂચ જિલ્લામાં આવેલા પાલેજ રેલ્વે સ્ટેશન ની રેલ્વે ક્રોસિંગ 197-B/T ( મેઈન બજાર – કિશનાડ ફાટક ) માં થોડા સમય પેહલા સમારકામ કરવામાં આવ્યું હતુ. જે ટ્રેક ની આસપાસ પેવર બ્લોક નાંખવામાં આવ્યા હતાં. જે બ્લોક ની ઊંચાઈ રસ્તા કરતાં ઊંચી હોય જેથી વાહન ચાલકોને ખાસ કરીને બાઈક ચાલકોને ટ્રેક ક્રોસ કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે જે સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લઘુમતી વિભાગ સોશિયલ મીડિયા ચેરમેન જુનેદ પટેલ ને જાણ થતાં જાત તપાસ કરી DRM Vadodara ને રજૂઆત કરી હતી. DRM Vadodara દ્રારા તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X ( ટ્વિટર એકાઉન્ટ ) ઉપર સકારાત્મક જવાબ આપતાં જણાવ્યું હતું કે જે બ્લોક ને હટાવી ડામર રોડ કરી આપવામાં આવશે જે બાંહેધરી આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here