ખ્વાજા ગરીબ નવાઝ સરકારની છઠ્ઠી નિમિત્તે ઉચાપાનમાં તકરીરના ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ગામના જ ઇમામ સાહેબે તકરીર કરી ગરીબ નવાઝ ની શાન બયાન કરવામાં આવી

હજરત ખ્વાજા ગરીબ નવાઝ સરકાર ની છઠ્ઠી ના દિવસે બોડેલી તાલુકાના ઉચાપાન માં તકરીર નો પ્રોગ્રામ ગામના મુસ્લીમો એકત્રિત થઈ ગરીબ નવાઝની શાનમાં તકરીર નું આયોજન કરી અદબો હેતરામ સાથે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
બોડેલીના ઢોકલીયા વિસ્તારથી બોડેલી બજાર થઈને અલીપુરા ચાર રસ્તા થી અમનપાર્ક સુધી એક ભવ્ય જુલુસ નું આયોજન કરી અદબ સાથે ઝુલુસ કાઢવામાં આવ્યું હતું.
જેમાં ખ્વાજા ગરીબ નવાઝ સરકારના ચાહવા વાળા મોટી સંખ્યામાં જોડાયા હતા.
ત્યારબાદ મહેફિલ નો આગાઝ કરવામાં આવ્યો હતો જેમાં તકરીર સાંભળવા આવેલ મુસ્લીમ બિરાદરો ઝુમી ઉઠ્યાં હતાં અને તકરીર નો પ્રોગ્રામ પૂરો થવાની સાથે સાથે પેશ ઇમામ એ ગામના લોકો આફત બાલા મુસીબ બીમારી થી દુર રહે અને રોઝી રોજગારમાં બરકત થાય અને ગામમાં ભાઈચારો રહે ગામનો દરેક નાગરિક એક બીજાને મદદરૂપ થાય અને કોરોના ઓમીક્રોન જેવી ભયંકર બીમારી કોઈપણ માણસ ને ન આવે આ બીમારી દેશ દુનિયાથી નાબૂદ થઈ જાય એવી દુઆઓ કરી હતી અને દેશ અને દુનિયામાં શાંતિ અને એકતા બની રહે એવી ખાસ દુઆઓ કરવામાં આવી હતી અને આ પ્રોગ્રામ નું આયોજન ઉચાપાણ ના શેખ ફકીર મહંમદ ને ત્યાં યોજવામાં આવ્યો હતો અને પ્રોગ્રામની પુર્ણાહુતી થયા બાદ ન્યાઝનું પણ એરેન્જમેન્ટ કરવામાં આવેલ હતું અને પ્રોગ્રામ માં પધારેલ દરેક બિરાદારોને ન્યાઝ આપી પ્રોગ્રામને અંજામ આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here