પ્રાથમિક શિક્ષકોને પાંચ વર્ષ બાદ પણ ચૂંટણી કામગીરીનુ મહેનતાણું ન મળતા મામલતદારને લેખિતમાં રજુઆત

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ચૂંટણી કામગીરીનું શિક્ષકોનું મહેનતાણું પાંચ વર્ષથી સરકાર ની તિજોરીમાં

અગાવ પણ બે વાર લેખિત રજુઆત કરેલ પરંતુ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ પગલાં લેવાયેલ નથી

બોડેલી તાલુકાના શિક્ષકો નું ચૂંટણી કામગીરીનું મહેનતાણું પાંચ વર્ષ સુધી મળેલ નથી જે પ્રાથમિક શિક્ષકોએ ૨૦૧૬ માં ચૂંટણી કામગીરી તંત્ર દ્વારા સોપાયેલ હતી અને એ કામગીરી નિષ્ઠા થી નિભાવેલ કામગીરીના નાણાં હજુ સુધી સરકાર ની તિજોરીમાં છે જેની માંગણી લેખિત મા મામલતદારને રજુઆત શિક્ષકો એ કરેલી છે જેના પર ધ્યાન અપાયું નથી અને શિક્ષકોને નાણાં ચુકવવામાં આવ્યા નથી જેને લઈ શિક્ષકોએ રજૂઆતો બે બે વાર કરી છે પરંતુ કેમ તંત્ર આ બાબતે ધ્યાન નથી આપતું એ શિક્ષણ જગત માં ચર્ચાનો વિષય બન્યો છે અને એ નાણાં સરકાર મા આજદિન સુધી જમા છે આ રીતે જો રજૂઆતો પર ધ્યાન ન અપાય તો અમારા નીકળતા નાણાં અમને નહિ મળે તો અમારે ફરિયાદ કોને કરવી એવા સવાલો શિક્ષકોમા ઉઠી રહ્યા છે જ્યારે બોડેલી તાલુકો નવીન બનાવવામાં આવ્યો હતો ત્યાર બાદ વર્ષ ૨૦૧૬ માં બાંગાપુરા,ઓરવાડા, રાજનગર,માંકણી, ઢેબરપુર, પીછુવાડા,મોટાવાંટા, ઉચાપાણ,તાંદલજા,વણીયાદરી, ની તા.૧૯/૧/૨૦૨૦ ના રોજ ગ્રામ પંચાયત ની ચૂંટણી થયેલ હતી જેમાં ચટણી કામગીરી માં બોડેલી તાલુકાના પ્રાથમિક શિક્ષકો ને કામગીરી હુકમથી સોંપવામાં આવેલ હતી જે કામગીરીનું મહેનતાણું બાકી હોય જે ચકાવવા બાબતે તા.૧૩/૮/૨૦૨૧ અને તા.૨/૧૦/૨૦૨૧ ની લેખિત રજૂઆતો કરવામાં આવેલ હતી જે બાબતે કચેરી દ્વારા આગામી સમય માં ગ્રામ પંચાયત ૨૦૨૧ ની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ બાકી કામગીરીનું મહેનતાણું ચૂકવી દેવામાં આવશે તેવુ મૌખિક જણાવવામાં આવેલ હતુ પરંતુ હજુ સુધી બાકી મહેનતાણું ચકાવવમાં આવેલ નથી અને ૨૦૧૬ ની કામગીરીને પાંચ વર્ષ થયેલા છે અને ૨૦૨૦ ની કામગીરીને બે વર્ષ જેટલો સમય થયેલો છે જે સઘળી બાબતો અને રજૂઆતો ધ્યાન મા લઈ તાત્કાલિક બાકી કામગીરીનું મહેનતાણું ચૂકવી આપવા શિક્ષકોની પુન:રજુઆત છે સદર રજૂઆતને ધ્યાનમાં લઈ ચુકવણું કરે એવી શિક્ષકોની માંગ ઉઠી છે જે રજુઆત કરેલ અરજી આપેલ છે તે તસ્વીરમાં નજરે પડે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here