કલાઉત્સવની જેમ ફરી કલામહાકુંભમાં પણ જાડા મુકામે આજરોજ તા-8/2/22 ના રોજ યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં જસાલી ગામનો સમગ્ર દિયોદર તાલુકામાં દબદબો

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

જસાલી ગામથી સફળતાની સિક્સ એવા 6 બાળકો સમગ્ર દિયોદર તાલુકા કક્ષાની સ્પર્ધામાં ઝળકયા..

વયજુથ 6 to 14

1.વકતૃત્વ સ્પર્ધા રબારી ક્રિના.એસ. (પ્રથમ)

2.નિબંધ સ્પર્ધા ચૌધરી મહેક.ડી.(પ્રથમ)

3.નિબંધ સ્પર્ધા સુથાર દિશા.જે (દ્વિતીય)

4.એકપાત્રિય અભિનય સુથાર આશિષ.એસ. (તૃતીય)

વય જૂથ 15 to 20

5.વકતૃત્વ સ્પર્ધા જસાલિયા માયા.જી (પ્રથમ)

6.એકપાત્રિય અભિનય પરમાર નિકિતા.એન (દ્વિતીય)

તમામ બાળકોના માર્ગદર્શક તરીકે લક્ષ્મણભાઇ માણેકપુરા (શિક્ષક શ્રી જસાલી પ્રા.શાળા) તથા સહકાર આપનાર નરસિંહભાઈ દેસાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે જસાલી પ્રા.શાળા અને ગામથી છેલ્લા 4 વર્ષથી લક્ષ્મણભાઇના માર્ગદર્શન હેઠળ જુદીજુદી સ્પર્ધાઓમાં વિધાર્થીઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ ઝળકી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here