ખત્રી વિદ્યાલય ઉ.મા.શાળા બોડેલી દ્વારા પર્યાવરણ શિક્ષણ માટે વનની મુલાકાત

બોડેલી, (છોટાઉદેપુર)/ચારણ એસ વી :-

આજરોજ ખત્રી વિદ્યાલય ઉ.મા.શાળા દ્વારા ગિર ફાઉન્ડેશન, ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ શાળાના ઇકો ક્લબ ના વિદ્યાર્થીઓ ને લઇ નજીકના વન માં મુલાકાત કરવામાં આવી.પૃથ્વી પર દરેક સજીવનું મહત્વ સમજાવવામાં આવ્યું.ઇકો ક્લબના ઇન્ચાર્જ શ્રી એમ.એસ.માસ્ટર દ્વારા વિદ્યાર્થીઓ ને વિવિધ વૃક્ષો,વેલા,વનસ્પતિઓ, જીવ જંતુ,પ્રાણીઓ વિશે ઊંડાણ પૂર્વક સમજ આપવામાં આવી. ગામડાના લોકો દ્વારા ઔષધીય વનસ્પતિઓનું મહત્વ વિદ્યાર્થીઓ ને સમજાવવામાં આવ્યું.વિદ્યાર્થીઓને મોબાઇલની દુનિયાથી બહાર આવી જંગલ અને તેની વિવિધ જાતો થી પરિચિત કરવામાં આવ્યા.એક દિવસીય શિબિર વિદ્યાર્થીઓ ને તજજ્ઞ દ્વારા દરેક સજીવ ધરતી પર મહત્વના છે તેની ઊંડાણ પૂર્વક સમજ આપવામાં આવી.સમગ્ર શિબિર નું સફળ સંચાલન ઇકોક્લબ ઈન્ચાર્જ શ્રી એમ.એસ.માસ્ટર દ્વારા કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here