ફુડ સેફ્ટી વિભાગ દ્વારા હાલોલ ખાતે ખાણીપીણીની લારીઓમાં ચેકીંગ હાથ ધરાયું

હાલોલ, (પંચમહાલ) ઇરફાન શેખ :-

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,ગોધરા દ્વારા હાલોલના વડોદરા રોડ ઉપર આવેલ બગીચા વિસ્તાર, કંજરી રોડ, અને બસ-સ્ટેશન વિસ્તારમાં આવેલ કુલ-૬૬ ખાણીપીણીની લારીઓ તથા ફાસ્ટ ફુડની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ દુકાનોમાંથી રજવાડી ચા તથા ભાજીપાઉનું શાક મળી કુલ-૪ શંકાસ્પદ નમુનાઓ લઇ તપાસ માટે ગુજરાત રાજયની ફુડ લેબોરેટરીમાં મોકલી આપેલ છે. આ સાથે તપાસ દરમ્યાન વપરાયેલ તેલનું TPC ચેક કરવામાં આવેલ અને ૨૬ કિલો બિન આરોગ્યપ્રદ ખાદ્ય-ચીજોનો તથા ૮ કીલો ન્યુઝ પેપર કે જેમાં નાસ્તો પીરસવામાં આવતો હતો તેનો સ્થળ ઉપર જ નાશ કરી ફુડ સેફ્ટી ઓફીસરો દ્વારા ફુડ સેફ્ટી એકટ, રૂલ્સ, રેગ્યુલેશન હેઠળ ફુડ રજીસ્ટ્રેશન મેળવી લેવા અને સ્વચ્છતા બાબતે શિડયુલ-૪ મુજબ પાલન થતું ન હોય નોટીસ ફટકારવામાં આવી હતી તેમ ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા-પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here