કાલોલ તાલુકાના વેજલપુરમાં બાયો-ડીઝલનો એક પમ્પ સીલ, ૪૮૦ લિટરનો જથ્થો સિઝ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

ગોધરા મામલતદાર, પુરવઠા વિભાગ, એસઓજી પોલીસ અને કાલોલ પુરવઠા વિભાગના નાયબ મામલતદારનું સંયુક્ત ઓપરેશન

અત્યારે એક તરફ ડીઝલના ભાવ કુદકેને ભુસકે વાધી રહ્યા છે. ત્યારે તેના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેતા અને થોડા સસ્તા બાયોડીઝલનો વપરાશ અનેક વિસ્તારોમાં વાધી રહ્યો છે. જે મધ્યે બુધવારે જિલ્લા તંત્રના નિર્દેશ મુજબ ગોધરા અને કાલોલ મામલતદાર વિભાગ અને એસઓજી પોલીસ ટીમ દ્વારા વેજલપુર પાસે હાઈવે પર આવેલી સહયોગ હોટલ પાસે આવેલા એક બાયોડીઝલના પમ્પ પર આજે તંત્ર દ્વારા સંયુક્ત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં આ બાયો-ડીઝલના પંપ પર અનેક ખામીઓ સામે આવતા આ પમ્પ સીલ કરીને ૪૮૦ લિટર જેટલો બાયોડીઝલનો જથ્થો સિઝ કરવામાં આવ્યો હોવાનું તંત્રએ જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ અત્યારે બાયો-ડીઝલના વેચાણ સામે સવાલો ઉભા થતા એ અંગે તંત્ર હરકતમાં આવતા જિલ્લા તંત્રના નિર્દેશ મુજબ ગોધરા અને કાલોલ તાલુકાના પુરવઠા અિધકારી અને એસઓજી પોલીસ વિભાગની સંયુક્ત તપાસમાં કાલોલ તાલુકાના વેજલપુર પાસે ગોધરા હાઈવે પર આવેલ સહયોગ હોટલ પાસે આવેલા ગોરા સાદીક તૈયુબ યુસુફની માલિકીના આ બાયોડીઝલ પમ્પ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન બિનહિસાબી બાયો ડીઝલનો જથ્થો, જમીનનો હેતુ બિનખેતી તરીકે સિમેન્ટની પાઈપો બનાવવાનો હેતુ દર્શાવતો હતો, કોઈ બિલ આપતા નહોતા, સ્ટોરેજ ટેન્કની સલામતી વગેરે બાબતોની અનેક ખામીઓ જણાઈ આવતા તંત્ર દ્વારા આ બાયોડીઝલ પમ્પ સીલ કરી દેવામાં આવ્યો હતો. તદ્ઉપરાંત આ પંપ પરથી બાયોડીઝલનો આશરે ૪૮૦લીટર જથ્થો જેની અંદાજિત કિંમત રૂ. ૨૬,૪૦૦ સાથે સિઝ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. જે અંગે તંત્ર દ્વારા જરૃરી પંચકયાસ કરી દંડાત્મક કાર્યવાહી માટે આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here