કાલોલ તાલુકાના વેજલપુર ગામના લોકોએ ગંદકીને લઈને પંચમહાલ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું

વેજલપુર, (પંચમહાલ) લુકમાન ખૂંદા :-

મળતી વિગતો મુજબ કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતની ગ્રામ પંચાયત પાસે સ્વચ્છતા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારના સાફ સફાઈ માટે આવતી હોય છે પણ સાફ સફાઈનો.અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં જેવા કે વાલ્મીકિ વાસ રોહિત વાસ ભોઈવાડા  પટેલવાડા મોટા મોહલ્લા નાના મોહલ્લા ઘૂસર રોડ પ્લોટ વિસ્તારોમા ભયંકર ગંદકીના ઠગ જોવા મળી રહ્યા છે રૂપારેલ નદીની ચારેય કોર ગંદકીના ઠગલાઓ સાથે વેજલપુર ઉર્દુ શાળા ના પાછળના ભાગે પણ પુસ્કર ગંદકી જોવા મળી રહી છે ત્યારે વેજલપુર ગામનો મનસ્વી વહીવટ જોવા મળી રહ્યો છે
ત્યારે વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા માત્ર ને માત્ર અને જ્યાંથી અધિકારીઓની અવર જવર હોઈ તેજ વિસ્તારમાં  દેખાવા પૂરતી  સાફ સફાઈ થઈ રહી છે પણ અન્ય વિસ્તારો ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે ત્યારે વેજલપુર ગામના જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી તેમજ વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી કર્મ મંત્રીને આવેદનપત્ર આપીને સાફ સફાઈ કરાવવામા આવે તેવી માંગ કરી છે અને વધુમાં ગ્રામજનો દ્વારા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને જણાવ્યું હતું કે વેજલપુર ગ્રામ પંચાયતના મહિલા સરપંચની જગ્યાએ અન્ય વ્યક્તિઓ દ્વારા વેજલપુર ગ્રામ પંચાયતનો વહીવટ થતો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો ત્યારે વેજલપુર ગુસર રોડ ઉપર આવેલ આંગણવાડી સામેની બહાર પણ ભયંકર ગંદુ પાણી ભરાઈ રહ્યું છે ત્યારે એક તરફ આંગણવાડી ખાતે નાના ભૂલકાંઓ આવતા હોય જેથી આ ગંદા પાણીના લીધે રોગચાળો તેમજ ગંદા પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ ખુબજ વધી રહ્યો છે ત્યારે આંગણવાડી માં આવતા બાળકો આ ગંદકીના લીધે બીમાર પડવાની ખુબજ શક્યતાઓ હોય જેથી વહેલી તકે આ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તે ખુબજ જરૂરી છે ત્યારે અરજદારે વધુમાં ઘૂસર રોડ ઉપર આવેલ તલાવડી ઉપર પણ ભયંકર ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે તે ગંદકીના ઠગલાઓની પણ  વેહલી તકે સાફ સફાઈ કરાવવામાં આવે તેવી પણ માંગ કરી છે અને વધુમાં આંગણવાડી બહાર ભરાઈ રહેલ ગંદા પાણીના કારણે તે વિસ્તારમાં ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગ ચાળો ફાટી નીકળેલ છે તેમ આવેદનપત્રમાં જણાવેલ છે જેના કારણે કેટલાક લોકો બીમાર પડ્યા હોવાનું પણ જણાવેલ છે અને વધૂમાં ઘૂસર ગામ તેમજ અન્ય આજુ બાજુ ગામોના લોકોને તેઓના ગામે જવાનો મુખ્ય માર્ગ હોઈ જેથી રોડ ઉપર પડેલ ગંદકી માંથી મજબૂરીમાં પ્રસાર થવું પડે છે અને આમ ગંદકીના લીધે અન્ય વિસ્તારોમાં પણ ભયંકર રોગ ચાળો ફાટી નીકળે તેવી દેહસ્ત સતાવી રહી છે જેના કારણે વેહલી તકે તાત્કાલિક ધોરણે આ ગંદકી વારા વિસ્તારની સાફ સફાઈ કરવામાં આવે તેવી વેજલપુર ગ્રામના જાગૃત નાગરિકો દ્વારા વેજલપુર ગ્રામ પંચાયતને આવેદનપત્ર આપીને જાણ કરી છે હવે જોવું રહ્યું કે વેજલપુર ગ્રામ પંચાયતના જવાબદાર અને દબંગ તલાટી દ્વારા આવેલ ગંદકીના આવેદનપત્રના અનુસંધાનમાં તે વિસ્તારની સાફ સફાઈ કરાવશે ખરા? કે પછી દિવા નીચે અંધારુજ રહેશે તે હવે જોવું રહ્યું

વેજલપુર ગ્રામ પંચાયતના દ્વારા માત્ર ને માત્ર જ્યાંથી અધિકારીઓની અવર જવર થઈ રહી છે તેજ વિસ્તારમાં સાફ સફાઈ કરાવવામાં આવી રહી છે અન્ય વિસ્તારોમાં ગંદકી ની લીલા લહેળ જોવા મળી રહી છે

વેજલપુર ગ્રામ પંચાયત પાસે સાફ સફાઈના નામે આવતી ગ્રાન્ટ સફાઈ ના નામે વેજલપુર ગ્રામ પંચાયતજ સફાઈ કરી નાખે છે જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએ ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે તો સ્વચ્છતાના નામે થતો ભ્રષ્ટાચાર બહાર આવે તો કોઈ નવાઈની વાત નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here