કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવનાર લોકસભાની ચૂંટણીને લઈને મદદનીશ ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને ગ્રામજનો સાથે બેઠક યોજાઇ

વેજલપુર, (પંચમહાલ) લુકમાન ખૂંદા :-

સામાન્ય લોક સભા ૨૦૨૪ ની ચૂંટણી આગામી ૭ મેના રોજ સમગ્ર ગુજરાતમાં યોજાનાર હોય ત્યારે પંચમહાલ સાંસદ લોક સભા મત વિસ્તારમાં આવેલ કાલોલ વિધાનસભા મતવિસ્તારના વેજલપુર ગામે મદદનીશ ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને ગ્રામ જનો સાથે બેઠક યોજીને ચૂંટણીને લઈને સુચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમને જણાવ્યું હતું કે વેજલપુર ગામમાં વસ્તી વધારે હોય અને મતદાન પણ વધારે હોય બુથો પણ નજીક નજીક આવેલ હોઇ જેથી લોકો સંપૂર્ણ સાંતી અને સહકાર થી મતદાન કરે અને વેજલપુર ગામના પુરુષો અને મહિલાઓ ૧૦૦% મતદાન કરી સામાન્ય લોક સભાની ચૂંટણીમાં પુરે પૂરું મતદાન નોંધાવે તેમ જણાવ્યું હતું ત્યારે કાલોલ તાલુકા પંચાયતના સદસ્ય સલીમ ભાઈ કઠિયા દ્વારા નવા બુથ મથકો લઈને રજુઆત કરી હતી અને નજીકમાં આવેલ શાળામાં નવા બુથો ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી અને પૂર્વ દીશામાંથી આવતા લોકો માંથી સિનિયર સીટીઝન મહિલાઓ વિકલાંગો ને હાલ દૂર સુધી ચાલીને મતદાન કરવા માટે આવવુ પડતું હોય છે જેથી તેમની નજીકમાં આવેલ ઉર્દુ શાળા તેમજ લઘુમતીશાળા તેમજ જીંજરી વસાહત માં રેહતા લોકોને પણ ત્યાં નજીકમાં આવેલ શાળામાં બુથની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે તેમની આ રજુઆત ધ્યાને લઈને મદદનીશ ચૂંટણીઅધિકારી દ્વારા જણાવ્યું હતું. આ વખતે તો બુથોનું પૂર્ણ ઘટન થઈ ચૂક્યું છે પણ આ તેમની રજુઆતને ધ્યાને લઈને આવતા SSR વખતે જ્યારે પણ પૂર્ણ ઘટન કરીશું ત્યારે આ રજૂઆત ધ્યાને લઈને નવા બુથને લઈને તેની દરેક વ્યક્તિના ઘર થી બુથ સુઘીના અંતર થી માંડીને તમામ પેરામીટર પરિબરોને ધ્યાને લઈને વિચારણા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ત્યારે વધુમાં ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી સંબધિત ખાસ અપીલ કરવામાં આવી હતી કે આ લોક સાહિના પર્વને સંપૂર્ણ સાંતી અને સહકાર થી તેમજ ૧૦૦% મતદાન કરીને ઉજવણી કરવામાં આવે તેવી મદદનિશ ચૂંટણી અધિકારીએ ગ્રામજનો અપીલ કરી હતી.આ બેઠકમાં ઉપસ્થિત કાલોલ મામલતદાર કાલોલ તાલુકા વિકાસ અધિકારી વેજલપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ તેમજ કાલોલ તાલુકા પંચાયત સભ્ય તેમજ વેજલપુર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી હાજર રહ્યા હતા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here