વેજલપુર પોલીસે મોટરસાઇકલ ઉપર દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી પાડયા

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ટોપ શનિવારે પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને ખાનગી બાતમી મળેલ બે ઈસમો મોટરસાયકલ નં જીજે ૧૭બીપી ૧૨૦૦ ઉપર એક થેલામાં વિદેશી દારૂનો જથ્થો લઈને ચલાલી તરફથી આવે છે અને રોયણ ગામ તરફ જાય છે જે આધારે પોલીસે પંચો બોલાવી રોયણ ચોકડી ઉપર વોચ ગોઠવતા બાતમી વાળા બે ઈસમો મોટરસાયકલ લઈને આવતા પોલીસે ઉભા રહેવા માટે ઇશારો કરતા બંને ઈસમો મોટરસાયકલ મૂકીને નાસવા લાગ્યા જેથી પોલીસે તેઓને ફિલ્મી ઢબે પીછો કરી પકડી પાડી નામ પુછતા (૧) દિલીપભાઈ ભોલાભાઈ રાઠવા રે રાઠવા ફળિયું કાનોડ તાલુકો કાલોલ (૨) કમલેશભાઈ પોપટ ભાઈ રાઠવા રીછીયા નવાગામ તાલુકો કાલોલ હોવાનું જણાવેલ પોલીસે થેલામાં તપાસ કરતા 180 ml ભારતીય બનાવટના વિદેશી દારૂના સીલબંધ બોટલો ૯૬ નંગ જોવા મળેલ જેની કિંમત રૂ ૮,૧૬૦/ તથા સુપર સ્પ્લેન્ડર મોટર સાયકલ ની કિંમત રૂ ૩૦,૦૦૦/ મળી કુલ રૂપિયા ૩૮,૧૬૦/ નો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો અજય વીરસિંહ બારીયા રહેવાસી કાળી ડુંગળી તાલુકો દેવગઢ બારીયા પાસેથી દિલીપભાઈ ભોળાભાઈ રાઠવા. છૂટક વેચાણ કરવા માટે લાવેલો પોલીસે દારૂની પાસ પરમીટ માગતા તેઓની પાસે કોઈ પાસ જોવા મળેલ નહતો. પોલીસ બંનેની અટકાયત કરી ત્રણ ઈસમો સામે પ્રતિબંધિત વિસ્તારમાં પાસ પરમીટ વગર વિદેશી દારૂની હેરફેરી કરવા બાબત ૬૫ (એ) (એ),૮૧, ૯૮(૨) મુજબ ફરિયાદ નદી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here