કાલોલની મામલતદાર કચેરીમા ભારે ભીડ એકત્રિત થતા ઉડયા સોશિયલ ડિસ્ટનસના ધજાગરા

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કોરોનાને આમંત્રણ આપતી કાલોલ મામલતદાર ઓફિસમાં ભારે ભીડ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. સરકાર દ્વારા વખતોવખત સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા તથા જાહેર જગ્યાઓમાં બિનજરૂરી રીતે ભીડભાડ ન કરવા બિનજરૂરી રીતે કામ વગર ઘરની બહાર નીકળવા ચાર અને તેથી વધુ વ્યક્તિઓને એકસાથે ભેગા થવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પણ અમલમાં છે વહીવટી તંત્ર માસ્ક વગરના લોકો તથા સોશ્યલ ડિસ્ટન્સ નો ભંગ કરનારા લોકો સામે દંડનીય કાર્યવાહી કરી રહ્યું છે તે સંજોગોમાં બુધવારના રોજ કાલોલની મામલતદાર કચેરી ખાતે તમામ કાઉન્ટરો પર ભારે ભીડ જોવા મળી હતી આવક ના દાખલા , વિધવા સહાય, રેશનકાર્ડ, સાત બાર ના દાખલા, દસ્તાવેજો,એટીવીટી, સોગંદનામા માટે લોકો કોરોના ની અવગણના કરીને ભેગા થતા જોવા મળેલા એટલું જ નહીં સ્ટેમ્પ વેન્ડરો પાસે પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી નજીકમાં કાલોલ પોલીસ સ્ટેશન તથા કાલોલ જેલ આવેલી હોવા છતાં પણ લોકો કોરોના ની અવગણના કરીને ભીડ કરતા જોવા મળેલા મામલતદાર કચેરીના કોઈ જવાબદાર અધિકારી એ પણ આ બાબતે ધ્યાન આપ્યું નહોતું હાલની મહામારીને ધ્યાનમાં રાખીને ટોકન સિસ્ટમ કરી વારા ફરતી નાગરિકોને બોલાવી શકાય તેવી વ્યવસ્થા કરવાને બદલે સમગ્ર મામલતદાર કચેરી તથા મામલતદાર કચેરી ના કમ્પાઉન્ડ મા ટોળા એકઠા થયેલા જોવા મળેલા જે હાલના કોરોના સંક્રમણ નો વ્યાપક પણે ફેલાવો જોતા નાગરિકોની સલામતી માટે યોગ્ય નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here