પંચમહાલ : વેજલપુર પોલીસે દારૂ બિયરનો રૂ.૨૭૦૪૦/ નો જથ્થો ઝડપી પાડયો, બૂટલેગરની શોધ શરૂ…

વેજલપુર,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

વેજલપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એન એમ રાવત વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન ડ્રાઈવ સંબંધે પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમી તરફથી બાતમી મળેલ કે વેજલપુર નાયક સોસાયટીમાં રહેતો સંજયકુમાર કાંતિલાલ બારીયા પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ નો જથ્થો રાખીને વેચાણ કરે છે જે આધારે પોલીસે પંચોને બોલાવી બાતમી વાળા સ્થળે રેડ કરતા સંજયકુમાર કાંતિલાલ બારીયા નુ ઘર ખુલ્લું હતું અને ત્યાં કોઇ હાજર નહોતું પોલીસને ઘરમાં પહેલા રૂમના ખૂણાના ભાગેથી ત્રણ જેટલા મીણિયા થેલા મળી આવ્યા જે ખોલી ને જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂના ૭૫૦ એમએલ ના ગોવા વ્હીસ્કી ના ૩૫ બોટલ રૂ ૧૫,૨૨૫/ તથા પ્લાસ્ટિકના દારૂ ભરેલા ૧૮૦ એમએલ ના રોયલ સિલેક્ટ ડીલક્ષ વ્હીસ્કી ના ૧૨૦ બોટલ રૂ ૧૦,૨૦૦/ આ ભારતીય બનાવટના માઉન્ટન ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ના ટીન ૧૭ જેની કિંમત ૧,૬૧૫/ કુલ મળી રૂ ૨૭,૦૪૦/ નો પ્રોહીબીશન મુદ્દામાલ ઝડપી પાડયો વેજલપુર પોલીસ દ્વારા પ્રતિબંધિત વિસ્તારમાં પાસ પરમીટ વગર વિદેશી દારૂ રાખવા બદલ સંજય કુમાર કાંતિલાલ બારીયા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ ની કલમો મુજબ ગુનો દાખલ કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here