જિલ્લા પંચાયત દ્વારા ૨૫ એપ્રીલ વિશ્વ મેલેરીયા દિનની ઉજવણી અંતર્ગત જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરાશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

દર વર્ષે ૨૫ એપ્રીલનો દિવસ આખા વિશ્વમાં મેલેરીયા દિન તરીકે ઉજવાય છે. આ દિવસ ઉજવવા પછળનો મુખ્ય હેતુ મેલેરીયા જેવી ગંભીર બીમારી બાબતે લોકોને જાગ્રુત કરવાનો છે.
ચાલુ વર્ષ ૨૦૨૨ માટે વિશ્વ આરોગ્ય સસ્થા દવારા “Harness innovation to reduce the malaria disease burden and save lives- વૈશ્વીક મેલેરિયા રોગનો બોજ ઘટાડવા અને જીવન બચાવવા માટે નવીનત્તમ સંવાદ હાથ ધરીએ.”નો ઉપયોગ કરો એ થીમ અતર્ગત વિશ્વમાં મેલેરીયા દિનની ઉજવણી કરવામાં આવનાર છે.

મેલેરીયા કેવી રીતે થાય છે?
મેલેરીયાનો તાવ એક પ્રકારનો ચેપી રોગ છે. તે માદા એનોફીલીસ મચ્છરના કરડવાથી થાય છે. આ માદા મચ્છરમાં ખાસ બેકટેરીયા જોવા મળે છે, જેને મેડીકલ ભાષામાં પ્લાઝમોડીયમ તરીકે ઓળખવામાં આવે છે. આ માદા મચ્છરમાં બેકટેરીયાની પ પ્રજાતિ છે, જે મેલેરીયા ફેલાવે છે. આ મચ્છર કરડે કે તરત પ્લાઝમોડીયમ નામનો બેકટેરીયા વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે. આ બેકટેરીયા લીવર અને રકતકણોને ચેપ લગાવીને વ્યક્તિને બીમાર કરે છે. કયારેક અચાનક તાવ આવે, પાછો ઉતરી જાય. આમ, તાવ ચડ-ઉતર થયા કરે…આવા શરૂઆતી પરિબળો જોવા મળે છે. કેટલાક ગંભીર કિસ્સામાં દર્દી બેભાન થઇ જાય અથવા તો કયારેક તેનું મ્રુત્યુ પણ થઇ શકે છે. મેલેરીયાના જીવાણુ જે મચ્છરમાં હોય એ મચ્છર કોઇ વ્યક્તિને કરડે ત્યારે, એ જીવાણુ વ્યક્તિમાં પ્રવેશે છે. મેલેરીયા થયેલી વ્યક્તિને મચ્છર કરડે છે ત્યારે મેલેરીયાના જીવાણુ મચ્છરમાં જાય છે અને પછી એ મચ્છર જયારે બીજી વ્યક્તિને કરડે છે ત્યારે એ વ્યક્તિને પણ મેલેરીયા થાય છે.

લક્ષણો –
મેલેરીયાના લક્ષણો સામાન્ય રીતે ચેપ બાદ ૧૦ દિવસથી ૪ અઠવાડીયામાં વિકાસ પામે છે. આ રોગનાં મુખ્ય લક્ષણોમાં ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે, શરીરે પરીસેવો વળે, માથું દુઃખે, શરીર દુઃખે, ઉબકા આવે, ઉલ્ટી થાય, ડાયેરીયા થાય. મેલેરીયાના તીવ્ર લક્ષણો જોવા મળ્યા પછી દર્દીને જો હોસ્પીટલમાં યોગ્ય સારવાર ન આપવામાં આવે તો તેનું મ્રુત્યુ થઇ શકે છે.

મેલેરીયાના જોખમો –
મગજની રકતવાહિનીઓને નુકસાન પહોંચે.
કિડની, લીવરને ખરાબ અસર કરે.
લાલ રકતકણોના નાશને કારણે એનીમીયા થાય.
શરીરમાં લોહીની ઉણપ જોવા મળે.

સારવાર –
દર્દીની ઉંમર તેમજ મેલેરીયાની ગંભીરતા મુજબ સારવાર કરવાની હોય છે. સાદા અને ઝેરી મેલેરીયામાં ક્લોરોકવીનની ગોળી અસરકારક, સસ્તી અને સલામત છે. એનો ડોઝ દર્દીની ઉંમર અને વજન મુજબ નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત મેલેરીયાના રોગનું નિદાન અને સારવાર તમામ આરોગ્ય કેન્દ્ર પર વિના મૂલ્યે ઉપલબ્ધ છે. સૌપ્રથમ તો તાવ આવે કે ઠંડી લાગે ત્યારે તરત જ દર્દીના લોહીની તપાસ કરાવવી જરૂરી છે. આ માટેની સારવાર આશા વર્કર, મેલેરીયાલિંક વર્કર તેમજ તાવ ઉપચાર કેન્દ્ર દ્વારા કલોરોકવીન ગોળીથી કરવામાં આવે છે. લોહીની તપાસ રેપીડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને માઇક્રોસ્કોપી ટેસ્ટ પણ એમાં કરવામાં આવે છે.

મેલેરીયાના પ્રકાર –
આપણા દેશમાં ખાસ કરીને બે પ્રકારના જંતુ મેલેરીયા કરે છે.
(૧) વાઇવેક્ષ – જેને કારણે સાદો મેલેરીયા થાય છે.
(ર) ફાલ્સીપેરમ – જેનાથી ઝેરી મેલેરીયા થાય છે.
આ ઉપરાંત પ્લાઝમોડીયમ નોલેસી, પ્લાઝમોડીયમ ઓવલે પણ મેલેરીયાના અન્ય પ્રકારો છે.

મચ્છરોનું ઉદ્ભવસ્થાન –
ઘરની અંદર કે ઘરની આસપાસમાં પાણી ભરાયેલું રહેતું હોય. જેમ કે કુંડાં, માટલાં, છત પરની ખુલ્લી ટાંકી, તુટેલાં વાસણો, ખુલ્લી ગટરો આ બધી જગ્યા મચ્છરોનું ઉદ્ભવસ્થાન છે.

સાવચેતી –
તમારી આસપાસ ચોખ્ખાઇ રાખવી. મચ્છરદાની લગાવીને જ સુવુ.
ઘરની અંદર મચ્છર મારવાવાળી દવાનો છંટકાવ કરવો.
ઘરના દરવાજા, બારીઓ ઉપર જાળી લગાવો.
હળવા રંગના અને શરીરના બધા જ અંગો ઢંકાઇ જાય એવાં કપડાં પહેરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here