કલા મહાકુંભ 2023 મુજબ છોટાઉદેપુર ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થવાનું હોવાથી કલા ક્ષેત્રે રસ ધરાવતા લોકો માટે પોતાની કળા દર્શાવવાનો એક અવસર

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તથા કમિશ્નરશ્રીયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા કલા મહાકુંભ 2023ની વિવિધ સાર્ધાઓનું આયોજન થનાર છે.
અલગ અલગ વયજુથનાં કલા પ્રેમીઓ અને પસંદગી પામેલી કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરીને તબક્કાવાર રાજ્યકક્ષા સુધી તંદુરસ્ત સાર્ધા યોજવા આગામી દિવસોમાં અયોજન થનાર હોય છોટાઉદેપુર જિલ્લાનાં કલા ક્ષેત્રે રસ ધરાવતા કલાકારોએ તા ૨૪/૧૦/૨૦૨૩ સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી એફ-પ, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન છોટાઉદેપુર ખાતે કચેરી સમય દરમિયાન મેળવી
અને કચેરીનાં સરનામે મોકલી આપવાનું રહેશેતમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ તેમજ કલાકારોને ઓફલાઈન રજીસ્ટ્રેશન કરવા જણાવવામાં આવે છે.
આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજુથ ૬ થી ૧૪ વર્ષ ૧૫ થી ૨૦
વર્ષ ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષ ઉપર વયજુથમાં સ્પર્ધા યોજાશે. સ્પર્ધકની ઉંમર૩૧/૧૨/૨૦૨૩ની સ્થિતીએ ગણવાની રહેશે
તાલુકા કક્ષાએ શરૂ થતી કૃતિઓ( ૧) વકતૃત્વ (૨) નિબંધ (૩) ચિત્રકલા (૪) ભરતનાટ્યમ ૫) એપાત્રીય અભિનય (૬) તબલા *(૭) હાર્મોનિયમ (૮) લોકગીત / ભજન (૯) સુગમ સંગીત (૧૦) લગ્ન ગીત

સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી કૃતિઓ( ૧) કાવ્ય લેખન (૨) ગઝલ શાયરી (૩) લોકવાર્તા *૪) દુહા-છંદ-ચૌપાઈ (૫) | સર્જનાત્મક કારીગરી (૭) કથ્થક( ૭) ઓર્ગન (૮) શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની)
સીધી પ્રદેશ કક્ષાએથી શરૂ થતી કૃતિઓ ૧) સિતાર ૨) ગિટાર ૩) વાંસળી( ૪) વાયોલીન (૫) કુચીપુડી( ક) ઓડીસી ૭) મોહિનીઅટ્ટમ સીધી રાજ્યકક્ષાએથી શરૂ થતી કૃતિઓઃ( ૧) પખાવજ ૨) મૃદંગમ (૩) રાવણ હથ્યો (૪) જોડિયાપાવા( ૫) સરોદ (૬) સારંગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here