કાલોલ અર્બન બેંકના ડિરેક્ટરોએ મોટી સંખ્યામાં રાજીનામા ઘરી દેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

હાલમાં આવતા પાંચ વર્ષ માટે ચૂંટાયેલા ડાયરેકટરો એ એકસામટા રાજીનામા આપ્યા

કાલોલ ની અગ્રણી કહી શકાય તેવી કાલોલ અર્બન કો ઓપરેટિવ બેન્ક જે હાલમાં ૧૦૦ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે અને દસ દિવસ અગાઉ ભરાયેલ વાર્ષિક સાધારણ સભામાં શતાબ્દી સમારંભ યોજવાનું નક્કી કરેલ છે તેમજ આ શતાબ્દી સમારંભ યોજવા માટે રૂપિયા ૪૦ લાખ જેવું માતબર ભંડોળ અનામત રાખેલ છે બેંકની વ્યવસ્થાપક કમિટીમાં કુલ ૧૫ સભ્યો છે તેઓની ચૂંટણી ગત વર્ષે મેં ૨૦૨૨માં આવતા પાંચ વર્ષ સુધી એટલે કે ૨૦૨૭ સુધી ની થયેલ છે. આ બેંકમાં આજથી ત્રણ દિવસ અગાઉ એક સામટા પાંચ ડિરેક્ટરો જેમાં ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર નો પણ સમાવેશ થાય છે તે સહિત પાંચ ડિરેક્ટરોએ રાજીનામા ધરી દીધા હતા. જે રાજીનામા બેંકની વ્યવસ્થાપક કમિટીમાં ચર્ચા અને અંતે મુલતવી રાખી વિચારણા હેઠળ એટલે કે આ ડીરેક્ટરોને સમજાવવા માટેના પ્રયત્ન કરવા માટે ટાળી દીધેલ પરંતુ ત્યારબાદ હાલમાં અન્ય પાંચ થી છ ડિરેક્ટરો એ પણ પોતાના રાજીનામાં ધરી દીધા છે જેને પગલે સમગ્ર કાલોલમાં આ મુદ્દો ટોક ઓફ ટાઉન બની ગયો છે. રાજીનામાં આપનાર મોટાભાગના ડિરેક્ટર હોય પોતાની નાદુરસ્ત તબિયતનું કારણ દર્શાવી રાજીનામાં આપેલ છે મળતી માહિતી મુજબ કેટલાક ડિરેક્ટરોએ પોતાની થાપણ પણ ઉપાડી લીધેલ છે. બેંકમાં કાર્યક્ષેત્ર બહાર રહેતા બે ડિરેક્ટરો વર્ષોથી પેટા કાયદાનું ઉલ્લંઘન કરી ઊંચા હોદ્દા ઉપર બીરાજે છે જાગૃત સભાસદો વિરોધ કરે ત્યારે તેઓને સમજાવી દેવામાં આવે છે. એક સામટા ૧૦ થી ૧૧ જેટલા ડિરેક્ટરોએ રાજીનામાં ધરી દેતા કાલોલ ગામમાં ભારે ચર્ચાનો વિષય બની ગયો હતો કેટલીક સંસ્થાઓના અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ દ્વારા રાજીનામાં ધરી દેનાર ડિરેક્ટરોને મનાવવાની કામગીરી પણ કરી હોવાની માહિતી મળી રહી છે. બેંકના સીઈઓ સાથે વાતચીત કરતા તેઓએ આ બાબતને પુષ્ટિ આપેલ છે અને જણાવેલ છે કે રાજીનામાં આપનાર તમામ ડીરેક્ટરો પોતાના રાજીનામાં પરત ખેંચી લેશે એવો વિશ્ર્વાસ દર્શાવેલ છે. ત્યારે એક ચોક્કસ જૂથ દ્વારા પોતાનો કોઈ ચોક્કસ હેતુ પાર પાડવા માટે આ રાજીનામા નું નાટક રચ્યું હોય તેવી પણ ગામમાં ચર્ચાઓ ચાલી રહી છે વધુમાં બેંકના એક હોદ્દેદાર વર્ષોથી પોતાના ખિસ્સામાં રાજીનામું લઈને ફરે છે અને વાર તહેવારે રાજીનામું ધરી દેવાની ચીમકીઓ ઉચ્ચારતા હોય છે અને વળી પાછા હોદ્દા ઉપર ચીટકી જાય છે. મોટી સંખ્યામાં રાજીનામું આપવાથી કાયદાકીય જટિલ પ્રશ્ન સર્જાયો છે અને ગામમાં ચાલતી ચર્ચાઓ મુજબ બેંકના સીઈઓ ડીસ્ટ્રીક રજીસ્ટ્રાર સમક્ષ આ મામલાને લઈને જરૂરી માર્ગદર્શન મેળવવા માટે જવાના હોવાની માહિતી મળેલ છે ત્યારે સીઈઓ સાથે વાતચીત કરતા તમામ રાજીનામાં પરત ખેંચી લેવાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. કાલોલ કાલોલની અગ્રણી સહકારી બેંકમાં મોટા પાય રાજીનામા થી સમગ્ર સહકારી ક્ષેત્રે ચર્ચાઓ જામી ગઈ છે મળતી માહિતી મુજબ સહકારી બેંક ના નવા કાયદા મુજબ એક હોદ્દેદાર વધુમાં વધુ બે ટર્મ સુધી ઉપર રહી શકે છે જ્યારે કાલોલ અર્બન કોપરેટીવ બેંકમાં હોદ્દેદારો છેલ્લી ૧૦ ટર્મથી હોદ્દા ઉપરથી રહ્યા છે જેથી કરીને સરકારી નિયમ પોતાને નડે તે પહેલા હોદ્દો છોડી દેવાનું મન બનાવી લીધું હોવાનું પણ જાણકારો ચર્ચી રહ્યા છે. કારણ જે હોય તે પરંતુ એક સામટા આટલા બધા હોદ્દેદારોએ પોતાના હોદ્દા છોડી દેવાના નિર્ણયથી બેંક સ્ટાફ સહિત તમામ સભાસદોમાં ચર્ચાનો માહોલ જામી ગયો છે.
* જિલ્લા રજીસ્ટરને મે લેખિત રજૂઆત કરી કાર્યક્ષેત્ર વિસ્તારની બહારના બે ડિરેક્ટરો તેમજ બેંકમાં કેટલાક પેટા નિયમોનો ધરાર ભંગ થતો હોય, બેંક મા સોનાના દાગીના ની ઉચાપત મા રોજમદાર કર્મચારીને બલિનો બકરો બનાવી કાઢી મુકવનો તેમ જ બેંકના સીઈઓ સહિતની નિમણૂક બાબતે લેખિતમાં રજૂઆત કરેલ જેના જવાબમાં શરૂઆતમાં તપાસ કરીશું નો આશાવાદ જગાવી છેલ્લે ગોળ ગોળ જવાબો આપી જિલ્લા રજીસ્ટર દ્વારા પણ પોતાની ફરજો માંથી હાથ ખંખેરવાનું કૃત્ય કરી બોર્ડ ઓફ નોમિનીઝમાં જવાનું મને સૂચન કરેલ એકસામટા રાજીનામા બાબતે જીલ્લા રજીસ્ટ્રાર કચેરી દ્વારા વિગતે તપાસ કરવી જોઈએ : જયંતકુમાર આર મહેતા માજી ડિરેક્ટર ધી કાલોલ અર્બન કો ઓપ બેંક લી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here