છોટાઉદેપુર : પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કરાલી પોલીસ

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

શ્રી સંદિપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ,વડોદરા તથા શ્રી આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જિલ્લો તથા શ્રી કે, એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જિલ્લો નાઓએ દારૂ જુગારની ગેર કાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવાના ઉદેશથી પ્રોહી હેરાફેરી વેચાણની ગે.કા. પ્રવૃત્તી આચરતાં ઇસમો ઉપર રેઇડો કરી દારૂ જુગારની બદી સદંતર નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપેલ.જે આધારે કરાલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર એચ.આર.જેતાવત નાઓને અહંકો દસલાભાઇ ભદુડીયાભાઇ બ.નં.૩૫૫ નાઓએ તેઓને મળેલ અંગત બાતમીની જાણ કરતાં તેઓ સા.એ સ્ટાફના માણસો સાથે કરાલી પોલીસ સ્ટેશન હદના મોરાડુંગરી ગામે રોડ ઉપર એક સફેદ કલરની બોલેરો ફોરવ્હીલ ગાડીમાં ભારતીય બનાવટના બીયર ટીન નંગ ૧૯૨ કિ.રૂ.૨૩,૦૪૦ તથા પ્લાસ્ટીકના ૭૫૦ મી.લી.ના હોલ નંગ ૪૮ કિ.રૂ.૨૧,ર૬૪/- તથા મોબાઇલ ફોન નંગ ૧ કિ.રૂ. ૫,૦૦૦/- તથા બોલેરો ગાડી કિ.રૂ. ૨,૫૦,૦૦૦/-મળી કુલ રૂપિયા ૨,૯૯,૩૦૪/-ના ગેરકાયદેસરના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતાં એક ઇસમને પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીનું નામ :-
(૧) વિપુસિંહ નરસિંહ ચૌહાણ (રાઠવા) રહે.પીપલ્યાવાંટ,પટેલ ફળીયુ,તા.સોંઢવા,જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) – પકડવાના બાકી આરોપીઓના નામ
(૧) કાજુભાઇ કેશરસિં કલેશ(રાઠવા) રહે.પીપલ્યાવાંટ,ગમાણ ફળીયુ,તા.સોઢવા,જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) (૨) વિષ્ણુભાઇ જેના બાપના નામની તેમજ અટકની ખબર નથી તે રહે.પીપલદી,તા.કવાંટ,જિ.છોટાઉદેપુર. – કામગીરી કરનાર:-
(૧) ઇન્ચાર્જ પો.સ.ઇ.શ્રી એચ.આર.જેતાવત (૨) અ.હે.કો.દસલાભાઇ ભડીયાભાઇ બ.નં.૩૫૫ (૩) અ.હે.કો.ઉમેશભાઈ બચુભાઇ બ.નં.૧૭૪ (૪) પો.કો.જીગ્નેશજી પુનમજી બ.નં.ર૬૯

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here