બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન અમદાવાદ દ્વારા છોટાઉદેપુરનાં દિવ્યાંગ ભાઈઓ/બહેનો માટે રોજગાર મેળો યોજાશે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લામાં બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન તથા છોટાઉદેપુર રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા છોટાઉદેપુર ક્વાંટ, અને પાવી-જેતપુર તાલુકાનાં અસ્થિવિષયક ખામી આંખની ખામી તેમજ શ્રવણમંદ ખામીવાળા ૧૮ થી ૪૦ વર્ષની વય સુધીનાં દિવ્યાંગ ભાઈઓ /બહેનો જે તા-રોજગાર કરવા ઈચ્છતા હોય તે દિવ્યાંગોને રોજગારી કીટ આપવાની છે. જેનાં માટે દિવ્યાંગ ઉમેદવારોએ તા. ૦૭/૧૦/૨૦૨૩એ શનિવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી ૧:૩૦ કલાક સુધી બી.આર સી (BRC) ભવન, છોટાઉદેપુર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે તથા પોતાની સાથે અસલ પ્રમાણપત્રો જેવા કે
૧) દિવ્યાંગતાનું પ્રમાણપત્ર(૨૦૧૬ પછીનું) ૨) આધારકાર્ડ ) શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો ૪)
જાતિનું પ્રમાણપત્ર ૫) આવકનો દાખલો આ પ્રમણપત્રો અસલની સાથે એક ઝેરોક્ષ સહિત લાવવાના રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here