આઈ. ટી.આઈ.જબુગામ ખાતે નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

સરકારી આઈ. ટી.આઈ. જબુગામ, તા.બોડેલી ખાતે હાલ ચાલી રહેલ પવિત્ર આસો માસ દરમ્યાન નવરાત્રી પર્વ દરમ્યાન માતાજી ની આરાધના અને ઉપાસના માટે એક સુંદર ભક્તિમય વાતાવરણમાં નવ દિવસ સુધી સવારે ૯:૩૦ કલાકે સમગ્ર સ્ટાફ ગણ અને તાલીમાર્થીઓ ની હાજરીમાં નિયમિત પણે માતાજી ની આરતી સંગીતના તાલે કરવામાં આવે છે.તેમજ સંસ્થા ના ગ્રાઉન્ડમાં આજરોજ એક દિવસીય ગરબા નું સુંદર આયોજન સમગ્ર સ્ટાફગણ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં સંસ્થા ના વડા શ્રી એચ.જે.કોલી તરફથી સ્ટાફ અને તાલીમાર્થીઓ ને પ્રેરણાદર્શક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.ડી.જે.ના તાલે અંદાજીત ૨૫૦ જેટલા તાલીમાર્થીઓ એ ટ્રેડિશનલ ડ્રેસ માં ગરબા અને ટીમલી રમવાની મજા માણી હતી.કાર્યક્રમ સંપન્ન થયા બાદ સ્ટાફ મિત્રો તરફથી તાલીમાર્થીઓ ને અલ્પાહાર આપવામાં આવ્યો હતો.આમ આઈ. ટી.આઈ., જબુગામ ખાતે તાલીમી સ્કીલ નોલેજ ની સાથે સાથે સમયાંતરે યોજવામાં આવતી વિવિધ બાહ્ય પ્રવૃત્તિઓ થકી બાળકો નો ઉત્સાહ બમણો થાય છે.આ તબક્કે સૌ સ્ટાફ મિત્રો દ્વારા આચાર્ય શ્રી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here