નર્મદા ડેમમાંથી લાખો કયુસેક પાણી છોડવામાં આવતાં દાયકાઓ બાદ નર્મદા નદી રોદ્ર સ્વરુપે

ગરુડૈશવર ખાતેનું નર્મદેશ્રવર મહાદેવના મંદિરની નદીના નીરમાં જળસમાધિ

અકતેશ્રવર પુલના પિલરમાં ધોવાણ થતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

નર્મદા ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા તેમજ ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્રવર ડેમ સહિત ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડતા ડેમ ખાતે લાખો કયુસેક પાણીની આવક થતાં ડેમ સત્તાવાળાઓને નર્મદા નદીમાં પાણી છોડવાની ફરજ પડી હતી, નદીમાં જોડાયેલા લાખો કયુસેક પાણી એ લોકોનું જીવન અસતવયસથ કર્યુ છે.

નર્મદા ડેમ હાલ સાંજે 3-00 કલાકે 132 ની સપાટીએ પહોંચ્યુ છે. ડેમ ખાતે 11 લાખથી પણ વધુ કયુસેક પાણીની આવક થતાં 10 લાખ થી પણ વધુ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડાઇ રહયું છે. ત્યારે નર્મદા ડેમના નીચેના વિસ્તારમાં આવેલ ગરુડૈશવર ખાતે બની રહેલા વિયર ડેમના લીધે કેવડીયા ગામ સહિત ગભાણા તેમજ ગરુડૈશવર ખાતે દાયકાઓ બાદ નદીના પાણી ફરી વળતા ભારે તારાજી સર્જી હતી.

ખેડુતોના તૈયાર ઉભા પાકમાં નુકશાન થયાનું તેમના ઘરોમાં પાણી ભરાતાહોવાનું જાણવા મળ્યું છે, સાથોસાથ અકતેશ્રવર ખાતેના પુલ કે જે રાજપીપળા તરફથી બોડેલી ઉદેપુર તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલ તેના પિલલરને નદીના ધસમસતાં પાણી એ નુકશાન પહોંચાડેલ હોય નબળો પડતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવેલ છે.

આ ઉપરાંત ગરુડૈશવર ખાતેના પોરાણિક દત્ત મંદિરની બાજુમાં નર્મદા નદી કિનારે આવેલ નર્મદેશ્રવર મહાદેવ મંદિર પણ નર્મદા નદીના ધસમસતાં પાણીના પ્રવાહના થપેડા સહન કરી ન શકતા મંદિરમાં તિરાડો પડી હતી અને મંદિર તુટતા નર્મદાના નીરમાં જળસમાધિ લીધી હતી.

નર્મદા ડેમનું પાણી છોડતા ગરુડેશ્વર નજીકનો વિયર ડેમ પણ ઓવરફ્લો થયો હતો, આ વિયર ડેમના લીધે તેના નજીકના આદિવાસી વિસ્તારો વાળા ગામઆ અગાઉ ક્યારેય ન ભરાયા હોય તેવા નર્મદાના પાણી ભરાતા લોકો પારાવાર મુશીબતમાં મુકાયા છે. અકતેશ્રવર પુલ બંધ કરાતા વાહનો માટે ગોરા પાસે બનાવવામા આવેલ નવા પુલ ઉપરથી વાહનો માટે ખુલ્લુ મુકવાની જાહેરાત કરાઇ હતી, પરંતુ નર્મદા નદીમાં પાણી છોડતા ગોરા તરફના માર્ગ ઉપર પણ પાણી ફરી વળતા એ માર્ગ પણ બંધ કરાવી દેવામાં આવેલ હતો.

ગોરા ગામના એકતા નર્સરી બસ સટેનડ સુધી નદીના પાણી ફરી વળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here