છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકાની કદવાલ હાઇસ્કુલમાં શાળા સ્થાપકના સ્ટેચ્યુનું અનાવરણ કરાયું

પાવીજેતપુર, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લા ના પાવીજેતપુર તલુકાની કદવાલ હાઇસ્કુલ માં સર્વ પિતૃ અમાસ ના રોજ શાળા પરીવાર વતી તમામ ટ્રસ્ટીઓ ને માટે શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. તેમજ ૧૯૬૩ માં શાળા ની સ્થાપના કરનાર ટ્રસ્ટી શ્રી મુસ્તનશીર એહમદ અલીના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું.પાવીજેતપુર તાલુકાની કદવાલ હાઇસ્કુલ ની સ્થાપના કરનાર ટ્રસ્ટી મુસ્તનશીર શેઠના સ્ટેચ્યુ નું અનાવરણ કદવાલ હાઇસ્કુલ માં કરવામાં આવ્યું હતું. સવારમાં કુરાન શરીફ નુ વાચન મસ્જિદ ના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ ૧૦ વાગે મહા આરતી કરવામાં આવી હતી. સરપંચ શ્રી રૂઝલીબેંન વગેરે મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી બરાબર ૧૧ કલાકે ઢોલ નગારા અને ફટાકડા ફોડી ને શેઠ શ્રી મુસ્તનશીર એહમદ અલી ના સ્તેચ્યુનું અનાવરણ કરવામા આવ્યું હતું.

જેમા તમામ જૂના ટ્રસ્ટીઓ ને માટે શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી તેમજ મુસ્તનશીર શેઠજી ઉદાર, દાનવીર અને સેવાભાવી હતા. આ દરમિયાન તેઓના સુપુત્ર શ્રી મંસૂરભાઈએ મુંબઈ થી ટેલિફોનીક વાતચીતમાં સુભેચ્છા આપી તેમજ તેઓએ ધો ૧૦ નાં ૧ થી ૩ નંબરના બાળકો માટે અનુક્રમે ૫,૩,૨ હજાર જેટલા ઈનામોની જાહેરાત કરી હતી.

પાવીજેતપુર તાલુકાની કદવાલ હાઇસ્કુલ માં હાઈસ્કૂલના સ્થાપક શેઠ મુસ્તનશીરના સ્ટેચ્યુ નું અનાવરણ કરવામાં આવ્યું હતું. ડીજે ના તાલે બાળકો જુમી ઊઠયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here