નર્મદા જિલ્લામાં સ્તનપાન સપ્તાહની ઉજવણી સંદર્ભે વૃક્ષારોપણ કરાયુ

  • નર્મદા જિલ્લામાં સ્તનપાન સપ્તાહની ઉજવણી સદર્ભે જે સગર્ભા બહેનની સંભવિત સુવાવડ તા.૧ થી ૭ મી ઓગસ્ટ, ૨૦૨૦ સુધીમાં હતી તેવી કુલ ૭૨ સગર્ભા અને ધાત્રી માતાઓના ઘરે વૃક્ષારોપણ કરાયું
  • આઇસીડીએસ- મહિલા અને બાળ વિકાસ વિભાગના નિયામકશ્રી દ્વારા ગરૂડેશ્વર તાલુકાના ૧ સગર્ભા અને ધાત્રીબહેન સાથે મોબાઇલ વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી કર્યો સંવાદ
  • નર્મદા જિલ્લામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની અલગ અલગ વિષયની થીમ પર ઉજવણી કરાઇ

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

તસ્વીર

વિશ્વ સ્તનપાન સપ્તાહની ૧ ઓગસ્ટથી ૭ ઓગસ્ટ સુધી જિલ્લામાં અલગ અલગ થીમ મુજબ સ્તનપાન વિષે લોકો જાગ્રૃત થાય તે હેતુસર જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જિન્સી વિલીયમની રાહબરી હેઠળ અને જિલ્લા આઇસીડીએસ વિભાગના પ્રોગામ ઓફિસર સુશ્રી ક્રિષ્નાકુમારી પટેલ અને અદાણી ફાઉન્ડેશનના પ્રયાસોથી તાજેતરમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની તાજેતરમાં ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે બાળકના સર્વોતમ વિકાસ અને વ્રુધ્ધિ માટે માત્ર સ્તનપાન પહેલા ૧ હજાર દિવસમાં બાળકના વ્રુધ્ધિ અને વિકાસ માટેની કાળજી, માતાનું પહેલું પીળું ઘટ્ટ દુધ બાળક માટે જીવનની પહેલી રસી સમાન છે, માતાના દુધ સિવાય કોઈપણ પદાર્થો બાળકને ન આપો, પહેલા છ મહિના સુધી બાળકને ફક્ત સ્તનપાન, બાળક છ મહિના પૂરા કરે તરત જ ઉપરી આહાર, આંગણવાડી કેન્દ્ર પરથી મળતું ટી.એચ.આર નો રોજબરોજના ખોરાકમાં ઉપયોગ કરવા વગેરે જેવી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

તેવી જ રીતે સ્તનપાન વિશે લોકોમાં વધુ જાગૃત્તિ આવે તે માટે જિલ્લાની જાહેર જગ્યાઓએ હોર્ડિગ દ્વારા સ્તનપાન વિશે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ટીવીના માધ્યમથી લોકોને જાગૃત કરવા ઉંબરે આગણવાડી વિડીયો કાર્યક્રમ પ્રસારીત કરવામાં આવે છે જેમાં સ્તનપાન વિશેના કાર્યક્ર્મને લોકો જોવે તે માટે કાર્યક્રમનો પ્રચાર કરી લોકોને કાર્યક્ર્મ જોવા પ્રેરીત કરવામાં આવ્યા હતા. જેમાં ૪૮૧૦ લોકોએ ઉંબરે આગણવાડી વિડીયો કાર્યક્રમને નિહાળ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા આઇસીડીએસ વિભાગના પ્રોગામ ઓફિસર સુશ્રી ક્રિષ્નાકુમારી પટેલ દ્વારા સ્તનપાન સપ્તાહના ઉજવણીના સદર્ભે જે સગર્ભા બહેનની સંભવિત સુવાવડ તા.૧ થી ૭ મી ઓગસ્ટ, ૨૦૨૦ સુધીમાં હતી તેવી કુલ ૭૨ સગર્ભા અને ધાત્રી માતાઓના ઘરે વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ આંબો, સીતાફળ, બદામ, સરગવો, જમરૂખ, પૈપયા,જામફળ,દાડમ, લીંબુ, જામુડો જેવા ફળોના છોડોનુ વિતરણ કરવામાં આવ્યુ વધુમાં આ ફળના ઝાડનું જેમ બાળક મોટું થાય તેમ અને જેમ માતા બાળકનું જતન કરે તેમ આ વ્રુક્ષનું જતન કરવાનું સમજાવવામાં આવ્યું. જિલ્લાના આઇ.સી.ડી.એસ.ના સીડીપીઓશ્રી, મુખ્યસેવીકાશ્રી અને આંગણવાડી વર્કરો તથા પોષણ અભિયાન સ્ટાફ દ્વારા ૭૦ સગર્ભા અને ધાત્રીબહેનો સાથે વિડીયો કોલિંગ / ટેલીફોનિક દ્વારા વાતચીત કરવામાં આવી હતી.

આ પ્રસંગે આઇસીડીએસ-મહિલા અને બાળ વિકાસ વિભાગના નિયામકશ્રી દ્વારા ધાત્રી બહેનો સાથે સંવાદ કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here