રાજપીપળા પાસેના કરજણ ડેમમાંથી 16576 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું- ડેમની જળ સપાટી 113. 45 મીટર ઉપર

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ડેમ ખાતે પાણીની આવક 6855 ક્યુસેક – ડેમના ત્રણ દરવાજા સવારે 8-15 કલાકે એક મીટર સુધી ખોલાયા

ડેમના બે દરવાજા 0.3 મીટર સુધી ખોલી કરજણ નદીમાં રાત્રિના 8-15 કલાકે 3583 ક્યુસેક પાણી છોડાયુ હતું

નર્મદા કલેકટર સહિત જીલ્લા વિકાસ અધિકારી એ ડેમ ખાતે પહોંચી પરિસ્થિતિ નો તાગ મેળવ્યો

રાજપીપળા પાસે આવેલા કરજણ ડેમમાંથી ગતરોજ રાત્રિના 8-15 કલાકે કરજણ ડેમ ની જળ સપાટી 113.52 મીટર ઉપર પહોંચી જતાં ડેમ નું રૂલ લેવલ જાળવવા કરજણ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કર્યું હતું. કરજણ ડેમ ના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી ડેમ ખાતે પાણીની ભારે આવક થતા ડેમનો રૂલ લેવલ જાળવી રાખવા માટે કરજણ ડેમના બે દરવાજા 0.3 મીટર સુધી ખોલાયા હતા ત્યારબાદ આ દરવાજા 0.6 મીટર સુધી વધારતા કરજણ નદીમાં 3,583 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

ત્યારબાદ રાત્રિ દરમિયાન ડેમ ખાતે 6855 ક્યુસેક પાણીની આવક થતા ડેમ સત્તાધિશો ને સવારે 8-15 કલાકે કરજણ ડેમ ના ત્રણ દરવાજા 1 મીટર સુધી ખોલી ડેમ માથી નદી માં 16576 ક્યુસેક પાણી છોડવાની ફરજ પડી હતી. કરજણ ડેમ ની જળ સપાટી હાલ 113.45 મીટર ઉપર નોંધાય છે.

ડેમ માથી પાણી છોડવામાં આવતા નીચાણ વાળા વિસ્તારો ને સાબદા કરાયા હતા.જેમાં નાંદોદ તાલુકાના રાજપીપળા, હજરપુરા, ધાનપોર, ધમનાચા, ભદામ , ભચરવાડા જેવા ગામો નો સમાવેશ થાય છે.

કરજણ ડેમ ખાતે થી પાણી છોડવામાં આવતા પરિસ્થિતિ નો તાગ મેળવવા માટે નર્મદા જીલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવટીયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું , પ્રાયોજના વહીવટદાર સહિત નો કાફલો કરજણ ડેમ ઉપર પહોંચ્યો હતો અને કરજણ ડેમની સમગ્ર પરિસ્થિતિથી વાકેફ થઈ ડેમ ના ઇજનેરો ને જરૂરી સુચના આપી હતી, ડેમની સમગ્ર પરિસ્થિતિથી કરજણ ડેમના ઇજનેરોએ અધિકારીઓને વાકેફ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here