નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં ૨ એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૫ સહિત ૭ પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૩૬૫, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૫૯ અને ટ્રુ નેટ ટેસ્ટમાં ૨૨ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૫૪૬ થઈ

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૧૮ મી ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ સાંજે ૪:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૨ (બે), એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૫ (પાંચ) સહિત કુલ ૦૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૩૬૫, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૫૯ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૨૨ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૫૪૬ નોંધાવા પામી છે.

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૯ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૦૬ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૫૩ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૨૪૬ દરદીઓ સહિત કુલ ૪૯૯ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, વડોદરા ખાતે ૪ દરદીઓ અને હોમ આઇસોલેશનમા ૧૬ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૧૮ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૯ દરદીઓ સહિત કુલ ૪૭ દરદીઓ સારવાર હેઠળ છે. આજે RTPCR ટેસ્ટમાં ૫૦, ટ્રુ નેટ (True nat) ટેસ્ટના ૨ (બે) અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના ૪૨૭ સહિત કુલ ૪૭૯ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here