બોડેલી તાલુકાના અલીખેરવા માંથી ૧૧ જુગારી ઝડપાયા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી પોલીસ પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે બોડેલી તાલુકા ના અલીખેરવા ના દિવાળી બા પાર્ક સોસાયટી માં કેટલાક ઈશમો પતા પાના નો જુગાર રમી રહ્યા છે તેવી બાતમી મળતા બોડેલી પોલીસ બાતમી ના આધારે તપાસ કરતા ગણપતભાઈ મનસુખભાઈ રાઠવા ના ઘર પાસે ખુલી જગ્યા માં સ્ટ્રીટ લાઈટ નીચે પતા પાના નો જુગાર રમતા ૧૧ જુગારી ને પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં ૧.કલીપ કુમાર રાઠવા રહે. દિવાળી પાર્ક સોસાયટી અલી ખેરવા તા. બોડેલી. ૨.લાલ સાહેબ યાદવ રહે. નવી નગરી વડોદરા, ૩.ભઈલાલ માળી. નવી નગરી વડોદરા.૪. કિરણ પટેલ અન્નતા સોસાયટી વડોદરા, ૫.કલ્પેશ મહેતા સોમનાથ સોં બોડેલી. ૬.જયદીપ રાઠોડ જનકલ્યાણ સોં અલીખેરવા તા બોડેલી.૭. પીન્ટુભાઇ બારિયા પટેલ ફળિયું અલીખેરવા તા બોડેલી. ૮.અમરત વૈષ્ણવ. દિવાળી બા પાર્ક સોસાયટી અલીખેરવા. ૯.વ્રત કુમાર કોળી. દિવાળી બા સોસાયટી અલીખેરવા તા બોડેલી. ૧૦.નીતિન કુમાર ચૌહાણ. જનકલ્યાણ અલીખેરવા તા બોડેલી.૧૧. ઝીણા ભાઈ પટેલ. વ્રજનિધિ સોં અલીખેરવા તા બોડેલી.ની ઝડપી દાવ પરના ૪૧.૫૦૦. અંગ ઝડતી ના ૩૧.૫૦૦. મોબાઈલ ૭ નંગ.૧૭.૦૦૦.મળી કુલ ૯૦.૦૦૦. નો મુદામાલ ઝપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here