પંચમહાલ જિલ્લામાં વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે ઉજવણી કરાઈ

ગાંધી સ્પેશ્યલ બહેરા-મૂંગા શાળાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ચિત્રસ્પર્ધા યોજાઈ

ગૂગલ મીટના માધ્યમથી દિવ્યાંગોની લગતી યોજનાઓની માહિતી આપતો વેબિનાર યોજાયો

ગોધરા(પંચમહાલ),

આજે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી નિમિત્તે પંચમહાલ જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ગૂગલ મીટના માધ્યમથી એક વેબિનાર યોજવામાં આવ્યો હતો. દિવ્યાંગ ભાઈ-બહેનો, શિક્ષકો, દિવ્યાંગો માટે કામ કરતી એન.જી.ઓ. તથા જાગૃત નાગરિકો સાથે ઓનલાઈન પરિસંવાદ યોજવામાં આવ્યો હતો તેમજ દિવ્યાંગોને માટે કલ્યાણકારી યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી. આ નિમિત્તે ગાંધી સ્પેશ્યલ બહેરા-મૂંગા શાળાના વિદ્યાર્થીઓ માટે એક ઓનલાઈન ચિત્રસ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થીઓને તેમની કૃતિઓના સર્જન બદલ સન્માનિત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. વેબિનારમાં દિવ્યાંગો માટેની તમામ યોજનાઓની અને કાયદાકીય માહિતી આપવામાં આવી હતી તેમજ દિવ્યાંગ ભાઈ-બહેનોના આ અંગેના પ્રશ્નોનું સમાધાન પણ કરવામાં આવ્યું હતું. વેબિનારમાં કોરોના મહામારી અન્વયે માસ્ક પહેરવા તથા સામાજિક દૂરી જાળવવા, વારંવાર હાથ ધોવા સહિતના સલામતીના પગલાઓ અંગે પણ વાત કરવામાં આવી હતી. આ ઉપરાંત, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી સાથેના સંકલનથી દિવ્યાંગ ભાઈ-બહેનોને જિલ્લામાં ચાલી રહેલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા અને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે મોરવા હડફ અને આસપાસના ગ્રામીણ વિસ્તારમાં રીક્ષા ફેરવી માઈક દ્વારા યોજનાકીય પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો. જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ-બહેનોને યોજનાકીય પત્રિકાઓ વહેંચવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here