બાબરા તાલુકાના શિરવાણીયા પ્રાથમિક શાળામાં ૭૧ માં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

હિરેન ચૌહાણ,બાબરા

આજ રોજ બાબરા તાલુકાની શિરવાણીયા પ્રાથમિક શાળામાં 71મા બંધારણ-દિવસની ઉજવણી કરાઇ હતી ડો.બાબાસાહેબ આંબેડકરની તસવીરને દિપ પ્રાગટ્ય કરી ફૂલહાર કરી અને ભારતના બંધારણમાં ડો. બાબાસાહેબ આંબેડકરના યોગદાન વિશે સમજ આપી હતી. બંધારણ ઘડવામાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસના સખત પરિશ્રમથી રાત-દિવસ મેહનત કરીને 26 નવેમ્બર 1949 ના રોજ પુર્ણ કરેલ હતું. જે વિશ્વનું સર્વશ્રેષ્ઠ બંધારણ છે. ભારતના તમામ લોકોએ ડો. બાબાસાહેબ આંબેડકર અને બંધારણને આજના પવિત્ર દિવસે યાદ કરી તેને સાચા દિલથી તેના વિચારોને અમલમાં મુકવા જોઈએ આ કાર્યક્રમમાં શિરવાણીયા પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રી તથા શિક્ષક ભાઇઓ અને બહેનોએ હાજરી આપી હતી.શ્રી મહેશભાઈ ચુડાસમાએ ડો.બાબાસાહેબ આંબેડકર અને ભારતના બંધારણ વિષે સૌને માહિતગાર કર્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here