નર્મદા જિલ્લાના સફાઇ કામદારો અને સફાઇ કામદારોના આશ્રિતોને ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા અનુરોધ

1.20 લાખ રુપિયા ત્રણ હપ્તામા સહાય આપવાની યોજના

રાજપીપલા(નર્મદા), તા.18/09/2020
આશિક પઠાણ

રાજય સરકાર દ્રારા રાજયના સફાઇ કામદારો અને સફાઇ કામદારોના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસો સમયબધ્ધ કાર્યક્રમ રૂપે પુરા પાડાવા ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનાનો લાભ સફાઇ કામદાર અને તેઓના આશ્રિતોને મળવાપાત્ર રહેશે. તે માટે આવક-મર્યાદા લાગુ પડશે નહિ. આ યોજનાનો હેતુ રાજય સરકારની આ યોજના હેઠળ સફાઇ કામદારો અને તેઓના આશ્રિતોને રહેણાંકના પાકા મકાનો બનાવવા માટે વ્યકિતગત રૂા. ૧,૨૦,૦૦૦/- (અંકે રૂપિયા એક લાખ વીસ હજાર પુરા) ની સહાય ત્રણ હપ્તામાં (શહેરી વિસ્તાર/ગ્રામ્ય વિસ્તાર) માટે આપવાની જોગવાઇ છે. જેનો લાભ લેવા વિનંતી છે.

ડૅા. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજનાની અરજી On Line કરવા માટે ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમની વેબસાઇટ www.gskvn.apphost.in પર ઓનલાઇન અરજી ફોર્મ ભરી, તેની પ્રિન્ટ કાઢી તમામ સાધનિક પુરાવા સહિત જિલ્લા કચેરી ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, અનુસૂચિત જાતિ કલ્યાણ, જિલ્લા સેવા સદન-૨૧૯, બીજો માળ, રાજપીપલા, જિ. નર્મદા ખાતેની કચેરીમાં જમા કરાવવાની રહેશે, તેમ જિલ્લા મેનેજરશ્રી ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક (અ.જા.ક.) રાજપીપલા, જિ. નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here