નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં કુદરતી સૌંદર્ય વચ્ચે વસેલું ગારદા ગામ

ગામની પૌરાણિક લોકવાયકા ગામના પાદરે રાત્રિ વાસો કર્યા બાદ સૂર્યોદય પહેલા છોડવા નહીંતર પથ્થર બની જવાના શ્રાપ

ગામના પાદરે આજે પણ એક લગ્નની જાન પથ્થર બની ગઇ હોવાની સાબિતી આપતા પથ્થરો મોજુદ જે સંશોધનનો વિષય – શુ ખરેખર કોઈ શ્રાપથી પથ્થર બન્યા ??

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં કુદરતીસૌંદર્ય ચારેકોર પથરાયેલું છે વનરાજીઓથી ભરપુર નર્મદા જિલ્લામા કુદરતની સાનિધ્યમાં ગૂંજતું ડેડીયાપાડા તાલુકાનું નાનકડું ગામ ગારદા એ ગામ પોતાની એક આગવી ઓળખ અને પોરાણિક લોકવાયકાથી સમગ્ર પંથકમાં ભારે પ્રસિધ્ધ છે.

ગુજરાત રાજ્યના પશ્વિમ ભાગના નર્મદા જિલ્લાનાં પાંચ તાલુકાઓ પૈકી મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલ દેડીયાપાડા તાલુકાનું નાનકડું ગામ ગારદા, ડુંગરાળ તેમજ જંગલ વિસ્તારથી શોભતા ગામમા મુખ્યત્વે આદિવાસીઓની વસ્તી છે, જેમનો મુખ્યત્વે વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ગારદા ગામ દેડીયાપાડા તાલુકા મથકથી અંદાજે ૧૫ કિ.મી. દૂર આવેલું છે.

વર્ષો પહેલાં ગારદા ગામમાં રાણી વસંત કુવરબા નામની રાણીનું શાસન ચાલતુ તેમના નેજા હેઠળનું આ ગામ હતું, ગારદા અને આજુબાજુના ૭ ગામોનો સમાવેશ રાણી વસંત કુવરબાનાં રાજમાં થતો હતો અને અહી ખેતી કરતા પહેલા આ ગામમાં વસવાટ કરતા આદિવાસીઑને તેમની અનુમતિ લેવી પડતી હતી, એવી લોકવાયકા છે. ગારદાની આજુબાજુ ઘણું ગાઢ અને વિશાળ જંગલ આવેલું હતું જેના કારણે ચોર – લૂંટારાઓનો તથા પ્રાણીઓનો પણ ભય સતત રહેતો હતો, પરંતુ સમય જતા આજે જંગલ ઓછા થયા અને વિસ્તાર ખુલ્લો બન્યો છે, ગારદા ગામથી મુખ્ય રસ્તો પસાર થતો હતો જે આજુબાજુના લોકોનો રાહદારી માર્ગ હતો.

સદીઓ પહેલા ગારદા ગામનું પાદર કોઈ અગમ્ય કારણસર રાતવાસો કરવા સુરક્ષિત ગણાતું હતું, જેથી આ માર્ગેથી પસાર થતા લોકો અહીં રાતવાસો કરતા પરંતુ અહી રોકાયેલા કોઈ પણ યાત્રી સૂર્ય ઉગતા પહેલા આ જગ્યા છોડી દેવાની હોય એવી માન્યતા પ્રવર્તતી હતી.

તે સમયે આ રસ્તેથી જાનૈયાઓ જતા હતા, રાત્રીના સમયે ચોર – લૂંટારૂ ટોળકીના ભય કારણે ગામના પાદરે આરામ કરવા રોકાયા હતા, થાકના કારણે બધા જ જાનૈયાઓ ઊંઘી ગયા, પેલી સર્તને આધારે દિવસ ઉગતા પહેલા આ જગ્યા છોડી દેવાનું હતું, પરંતુ સૂર્ય ઉગી ગયો અને જાનૈયાઓ આ જગ્યા ન છોડી શકતા પથ્થર બની ગયા હોવાની ચર્ચા અને લોકવાયકા આજે પણ આ વિસ્તારમાં ભારે ચર્ચાસ્પદ છે , આ લોકવાયકા ગામના પાદર સાથે જોડાયેલી છે. ગામના પાદરે આજે પણ ઘણા પથ્થરો તેવી જ પ્રતિકૃતીમાં છે, જાણે માણસોનું ટોળું હોય !!

ગામના પાથરે આ પથ્થરની કલાકૃતિઓએ સંશોધનનો વિષય બનેલ છે.

આ ગામમા મુખ્યત્વે આદિવાસી લોકોજ વસવાટ કરે છે. આ ગામમાં મુખ્યત્વે હિન્દુ અને ખ્રિસ્તી ધર્મ પાળતા લોકો સંપથી રહે છે, અને ગામમા એક વિશાળ ચર્ચ અને ગામના પાદરે હનુમાનજીનું મંદિર આવેલું છે. જ્યાં ગામના લોકો પોતાની આસ્થા મુજબ દેવોની પૂજા – આરાધના કરે છે. તેમજ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે, જેમાં મુખ્યત્વે કપાસ, તુવેર, ડાંગરની ખેતી થાય છે .અને હાલ ગામના ખેડૂતો કુત્રિમ સિંચાઇ થી શેરડીના પાકનું ઉત્પાદન કરતા થયા છે, શિક્ષણનું પ્રમાણ વધતાં આજની યુવાપેઢી સરકારી નોકરીઓ સાથે પણ જોડાયેલા છે. જેમાં ગામ માંથી આજે કલેકટર, ડોકટર, નર્સ, શિક્ષક, પત્રકાર, પી.એસ.આઈ., SRP જવાન, બેંક , સામાજિક કાર્યકર્તા, તેમજ માનવ અધિકાર માં જિલ્લા તેમજ તાલુકા લેવલે પણ ગામ માંથી જોડાયેલા છે, શિક્ષણનો લાભ મેળવી આ ગામના લોકો હાલ અનેક પંથો ઉપર બિરાજમાન થયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here