નર્મદા જિલ્લાના પાંચપિપરી અને દેવરુપણને જોડતાં કોઝવે પર ખાડીના પાણી ફરી વળતા ગામ લોકોને હાલાકી

બબ્બે વર્ષથી તુટેલા કોઝવેની કામગીરી જ ન કરાતા ગામ લોકોને પાંચ કિ.મી. નો ફેલાવો ફરવાની પડતી ફરજથી સમય ઇંધણનો વ્યય

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

નર્મદા જિલ્લા મા છેલ્લા એક અઠવાડિયા થી સતત વરસાદ થી ઠેરઠેર લોકો મુશ્કેલી માં મુકાયા છે.જીલ્લા ના ઉંડાણ ના આદિવાસી વિસ્તારોમાં તો રોડ રસ્તા અને નાળા ધોવાતા લોકો ને પારાવાર મુશીબતો નો સામનો કરવો પડી રહ્યો છે. જે માટે તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.

બબ્બે વર્ષથી તુટેલા કોઝવેની કામગીરી જ ન કરાતા ગામ લોકોને પાંચ કિ.મી. નો ફેલાવો ફરવાની પડતી ફરજથી સમય ઇંધણનો વ્યય

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં વરસી રહેલા વરસાદને પગલે પાંચપીપરી ઘોડમુંગ તેમજ નાની દેવરૂપણ ગામને જોડતો કોઝ-વે ધોવાયો છે. સાગબારા તાલુકાના પાંચપીપરી ગામની નદી પર વર્ષો પહેલા કોઝ-વે બનાવવામાં આવ્યો હતો જે કોઝ-વે પાંચપીપરી ગામથી ઘોડમૂંગા તેમજ નાની દેવરૂપણ ગામને પણ જોડે છે.

મેઘરાજાએ અવિરત બેટિંગ ચાલુ રાખતા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે કોઝ-વે ધોવાય જવા પામ્યો હતો.કોઝ-વે ધોવાય જતા વાહન વ્યવહાર તેમજ લોકોને અવર-જવર માટે મુશ્કેલ બન્યુ છે.કોઝ-વે ધોવાય જતા ઘોડમૂંગ ગામ જવા માટે પાટ થઈ જવા પાંચ કિલોમીટર જેટલો ફેરાવો ફરવો પડે છે. જેથી સમયનો વ્યય થાય છે તેમજ ઇંધણ નો પણ ખર્ચ લોકો ને માથે આવી પડયુ છે.

આ કોઝ-વે બે વર્ષથી ધોવાય ગયો હતો જેને માટી પુરાણ કરી અવર-જવર માટે તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ તેને બનાવવા મા આવયો નહોતો જે હાલ વરસી રહેલા

વરસાદને કારણે નદીમાં પુર આવતા તેના પર નાખેલી માટી રોળા સંપૂર્ણ રીતે ધોવાય ગયા છે. કોઝ-વે ધોવાય જતા વાહન ચાલકોને નાની દેવરૂપણ ગામ તેમજ ઘોડભૃગ ગામે જવા માટે પાટ થઈ જવું પડે છે જેના કારણે તેમનો જવાબદાર તંત્ર દ્વારા કોઝવે વહેલી તકે બનાવવામાં આવે તેવી વાહનચાલકો તેમજ લોકોની માંગ ઉઠવા પામી છે, પાંચપીપરી તેમજ ઘોડભૃગ ગામને જોડતો કોઝ-વે ધોવાય જતા હાલાકી ભોગવી રહેલા લોકો મા કોઝવે તુટયો હોવા છતાં તેને બબ્બે વર્ષ સુધી બનાવવા મા ના આવતા તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here