નર્મદા ડેમની જળસપાટી વધારો બપોરે 12-00 કલાકે, સપાટી 131.25 મીટરે

ઓમકારેશ્રવર ડેમ માથી 5 લાખ કયુસેક પાણી છોડતા ડેમ ખાતે 411151 કયુસેક પાણીની આવક
 
ડેમના 23 દરવાજા ખોલી નદીમાં 410920 કયુસેક પાણી છોડવાની ફરજ પડી ડેમના દરવાજા ક્રમશઃ ખોલાયા રાત્રે 11-00 કલાકે 10 દરવાજા ત્યારબાદ 15 અને પછી 23 દરવાજા ખોલાયા

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

   રાજ્ય ની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા તેમજ ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્રવર ડેમ માથી પાણી છોડતા નર્મદા ડેમ ની જળસપાટી મા સતત વધારો નોંધાઇ રહ્યો છે તયારે આજરોજ બપોર ના 12-00 કલાકે નર્મદા ડેમ ની જળસપાટી 131.25 મીટરે નોધાઇ હતી.  ડેમ સત્તા વાળાઓને નર્મદા નદી મા પાણી છોડવાની ફરજ પડી રહી છે.       નર્મદા ડેમ મા ઉપરવાસમાં ભારે વરસાદ પડતા તેમજ ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્રવર ડેમ માથી પાણી છોડતા આજરોજ બપોરે 12-00 કલાકે ડેમ ની જળસપાટી 131.25 મીટરે પહોંચી છે.

ડેમ ખાતે હાલ 411151 કયુસેક પાણી ની આવક થતાં વીજ ઉત્પાદન માટે 200 મેગાવોટ ના RBPH ના 5 ટર્બાઇન ચાલુ કરી વીજ ઉત્પાદન હાથ ધરવામાં આવી રહયુ છે જે માટે 40000 કયુસેક પાણી નુ આઉટફલો થઇ રહ્યો છે. જયારે ચાલુ ચોમાસા ની સીઝન દરમ્યાન પ્રથમ જ વાર ડેમ ના 23 દરવાજા 3 મીટર સુધી ખોલાયા છે, જેમાથી નર્મદા નદી મા 410920 કયુસેક પાણીછોડવામાં આવી રહયું છે.આમ જોવા જઈએ તો નર્મદા નદી મા જે પાણી વહી રહ્યો છે જે પાણી ટર્બાઇન મા વીજ ઉત્પાદન માટે વપરાય રહયો છે તે તેમજ ડેમ ના દરવાજા ખોલી નદી મા પાણી છોડાઇ રહયું છે તે મળી કુલ 410920 કયુુકયુસેક પાણી આઉટફલો થઇ રહયો છે. 

ડેમ ખાતે ના વીજ મથકો શરું કરી રોજની 4 થી 5 કરોડ રૂપિયા ની વીજ ઉત્પાદન ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

નર્મદા ડેમ ના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા તેમજ ઓમકારેશ્રવર ડેમ માથી 5 લાખ કયુસેક જેટલું પાણી છોડવામાં આવેલ હોય ને આ પાણી નર્મદા ડેમ ખાતે મોડી રાત્રે આવી પહોંચેેેેલ જેથી રાત્રે 11 કલાકે 10 દરવાજા ખોલાયા હતા ત્યાર બાદ પાણી ની આવક થતાં કુલ 15 દરવાજા ખોલવાની ડેમ સત્તાવાળાઓને ફરજ પડી હતી. અને ત્યાર બાદ આજે 23 દરવાજા ખોલાયા છે . નર્મદા ડેમ માથી નર્મદા નદી મા મોડી રાત્રે વધુ પ્રમાણ મા લાખો કયુસેક પાણી છોડવામાં આવી રહયું હોય ને નર્મદા જિલ્લા ના નાંદોદ, ગરુડૈશવર અને તિલકવાડા તાલુકા ના નદી કાંઠે ના ગામો એલર્ટ કરાયા છે, આ ઉપરાંત વડોદરા અને ભરૂચ જિલ્લાના ગામો ને પણ એલર્ટ કરવાની સુચના અગાઉથી જ અપાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here