નર્મદા ડેેેમના નિચાણમાં ગરુડેશ્વર ખાતે બનાવેલો વિયર ડેમ આદિવાસી અસરગ્રસ્તો માટે બન્યો શ્રાપરુપ

કેવડીયા ગામના નીચલા ફળીયાના ધરોમાં પાણી ભરાતા ઘરવખરીના સામાન ખસેડવામાં આવ્યા

ખેડુતોના તૈયાર ઉભા પાકમાં વિયર ડેમ બનવાથી પ્રથમ જ વાર ખેતરોમાં પાણી ફરી વળતા વળતર ચુકવવા ઇનડિજીનસ આર્મીના પ્રફુલ વસાવાની માંગ

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

નર્મદા ડેમમાંથી લાખો કયુસેક પાણી છોડવામાં આવતા નર્મદા ડેમના નીચેના વિસ્તારમાં આવેલ ગરુડૈશવર ખાતે બની રહેલા વિયર ડેમના લીધે કેવડીયા ગામ સહિત નજીકના અન્ય ગામોના રહેણાંકના મકાનો સહિત ખેતરમાં પાણી ફરી વળતા ખેતીના ઉભા પાકમેં ભારે નુકસાન થતા લોકોને હાલાકી ભોગવવા પડયાનું જાણવા મળ્યું છે, આ મામલે ઇનડિજીનસ આર્મીના પ્રમુખ પ્રફુલ વસાવાએ ખેડુતોને વળતર ચુકવવાની માંગ સાથે વિયરડેમ પણ હટાવવાની માંગ કરી છે.

ઇનડિજીનસ આર્મીના પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ બોટિંગ અને સી પ્લેનના તાયફા કરવા માટે બનાવેલ વિયરડેમ કેવડિયા અને આસપાસના ગામો માટે નવો ખતરો બન્યો છે.

નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ગતરાત્રીના કેવડિયા ગામના નીચલા ફળિયાના ઘરોમાં પાણી ભરાયા હતા જેથી ઘર તેમજ માલસામાનને ભારે નુકશાન થયેલ છે, નર્મદા જિલ્લા સરકારી તંત્ર નુકસાનનો સર્વે કરી પીડીતોને આર્થિક સહાય કરે તેવી માંગ અને વિયરડેમ હટાવવાની માંગ ઈન્ડીજિનસ આર્મી ઓફ ઈન્ડિયાના સંસ્થાપક અને આદિવાસી ટાઈગર સેના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રફુલ વસાવા કરી છે.

વિયરડેમને કારણે ઈતિહાસમાં પહેલીવાર ઘરોમાં પાણી ભરાયા છે, કેવડિયા ગામના નીચલા ફળિયામાં રતનબેન સોમાભાઈ તડવીના ઘરની આજુબાજુ પાણી ભરાય ગયેલ છે તેમજ રમણભાઈ ભયજીભાઈ તડવીનું આખું ઘર પાણીમાં ડૂબી ગયેલ છે. આ ઘટનાની જાણ થતા ગામના યુવાનો તરત જ ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યારબાદ યુવાનો દ્વારા ઘરવખરી સાધનસામગ્રી ઘરમાંથી બીજી જગ્યાએ ખસેડી હતી.

સરદાર સરોવર ડેમમાંથી લાખો કયુસેક પાણી છોડાતા કેવડિયા અને આસપાસના નીચાણવાળા વિસ્તારમાં આવેલ ખેતરોમાં કરેલ વાવેતરમાં પણ પાણી ભરાતા ઉભા પાકને ઘણું નુકશાન થયેલ છે. ખેડુતોને હાલ માથે હાથ દઇને રડવાનો વારો આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here