સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓનો કોવિડ ટેસ્ટ ફરજીયાત કરાયો

કેવડિયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

રિપોર્ટ નેગેટિવ હસે તોજ પ્રવાસી ને સટેચયુ ઓફ યુનિટી મા પ્રવેશ

સટેચયુ ઓફ યુનિટી કેમ બંધ કરવામાં આવતું નથી ???

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ બેરોકટોક પણે કોરોના ની મહામારી વચ્ચે પણ સટેચયુ ઓફ યુનિટી ખાતે પ્રવેશ મેળવતાં કોઈ પણ જાતના તેમના કોવિડ ટેસ્ટીંગ કરવામાં આવતા નહોતા નર્મદા જીલ્લા મા કોરોના ના કેસો મા અસહ્ય વધારો નોંધાઇ રહયો છે તયારે બહાર ગામ થી આવતા પ્રવાસીઓ કોરોના કેરિયર પણ બની શકે એ ચિંતા નર્મદા જીલ્લાવાસીઓ મા ફેલાઈ હતી.સટેચયુ ઓફ યુનિટી ના સત્તાવાળાઓ પરતયે આ બાબતે કોઈ નિયમ ન હોય જીલ્લા વાસીઓ મા રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો. નર્મદા જિલ્લો બંધ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ ખુલ્લું એ પશ્ર પણ જીલ્લાવાસીઓ મા ચર્ચાસપદ બનેલ છે, આ માટે આવેદનપત્રો પણ અપાયા છે, ત્યારે સટેચયુ ઓફ યુનિટી ના વહીવટી અધિકારી એ સટેચયુ ઓફ યુનિટી જોવા આવનાર તમામ પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટીંગ ફરજીયાત કર્યુ હોવાનું જાણવા મળ્યું છે.

સ્ટેચયુ ઓફ યુનિટી સતાધિશો એ જાહેરાત કરી છે કે જે લોકો ના કોવિડ રિપોર્ટ નેગેટિવ હસે તેમને જ પ્રવેશ આપવામાં આવસે .
જેમના ટેસ્ટ નેગેટિવ હોય એ પ્રવાસીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવેશ આપવામાં આવસે નહી.

આ જાહેરાત ના પગલે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને ફરજિયાત કોવિડ ટેસ્ટ માંથી પસાર થવું પડશે એવો તંત્રએ નિર્ણય લીધો છે.

જે પ્રવાસી ઓ સટેચયુ ઓફ યુનિટી જોવા આવે તેમણે ગેટ નંબર 5 સામે પોતાનો કોરોના ટેસ્ટીંગ ફરજીયાત કરાવવા નો રહેશે, જો રિપોર્ટ સાથે લઇને આવ્યા હોય તો તે પ્રવાસી ને સીધો પ્રવેશ મળી શકસે. પ્રવાસીઓ ના થર્મલ ગન થી પણ તપાસ હાથ ધરાસે .

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં તાજ મહેલ , લાલ કિલ્લા સહિત ની તમામ ઐતિહાસિક ઇમારતો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ પ્રવાસી ઓ માટે બંધ કરાવી છે , ત્યારે વિશ્રવ ની સહુથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જીલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના ની મહામારી ફેલાઈ છે તો કેમ બંધ કરવામાં આવતું નથી ??ખુલ્લુ રાખી કોના હિતો નુ રક્ષણ કરાઇ રહયું છે ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here