હાલોલ ટાઉન પો.સ્ટે.ના જુગારના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી પંચમહાલ જિલ્લા એલ.સી.બી. પોલીસ

હાલોલ,(પંચમહાલ) રમેશ રાઠવા :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા સાહેબશ્રી નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓએ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળેલી કે , હાલોલ ટાઉન પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૨૦૭૦૨૮૨૧૦૭૧૨ / ૨૦૨૧ જુગાર ધારા કલમ ૧૨ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી અલ્તાફ ઐયુબ શેખ ઉર્ફે ગેલ રહે . કસ્બા હાલોલ તા.હાલોલ નાનો હાલમાં તેના ઘરે હાજર છે તેવી મળેલ બાતમી આધારે . શ્રી આઈ.એ.સિસોદીયા પોલીસ સબ ઈન્સપેક્ટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો હાલોલ ખાતે જઇ આરોપીના ઘરે તપાસ કરતા બાતમી મુજબનો આરોપી અલ્તાફ ઐયુબ શેખ ઉર્ફે ગેલ રહે . કસ્બા હાલોલ તા.હાલોલ નાઓ મળી આવતા તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ઉપરોકત ગુનાના કામે આગળની કાર્યવાહી કરવા માટે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનને સોપવાની કાર્યવાહી કરવા કરવામાં આવેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here