સનફાર્મા દ્વારા નવનિર્માણ થયેલી તલાવડી પ્રાથમિક શાળાનું શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર અને માન.ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ…

હાલોલ, (પંચમહાલ) ઈરફાન શેખ :-

સન ફાર્મા કંપની હાલોલ તાલુકાના ગામોમાં કોર્પોરેટ સામાજીક જવાબદારી અતર્ગત આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ, પાણી સંરક્ષણ, પર્યાવરણ નું જતન ક્ષેત્રે વિવિધ વિકાસના કાર્યો કરી રહી છે.

સન ફાર્મા કંપની “જ્ઞાનોદય મોડલ સ્કૂલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ” હેઠળ સરકારી શાળાઓના વિકાસ માટે પ્રશંસનિય કાર્ય કરી રહી છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની તલાવડી પ્રા.શાળાને સન ફાર્મા કંપનીએ જ્ઞાનોદય મોડેલ શાળા તરીકે વિકસાવી છે.જેમાં બે નવા ક્લાસરૂમ, કુમાર અને કન્યા માટે શૌચાલય, 2 ડીજીટલ ક્લાસરૂમ, એક બાળ કિલ્લોલ પ્રજ્ઞા વર્ગ, સ્વાનુભવ પ્રોજેક્ટ(TLM) લેબ, શેડ, વોટર કુલર, શાળાનું ફર્નીચર, પબ્લિક એનાઉસમેન્ટ સિસ્ટમ, કેમ્પસ ડેવલપમેન્ટ તથા શાળાનું રંગરોગાન કર્યું. નવીનીકરણ કરેલ શાળાનું લોકાર્પણ ગુજરાત સરકારના માન. શિક્ષણમંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડિંડોર ના વરદ હસ્તે કરવામાં આવ્યું.હાલોલ મત વિસ્તારના ધારાસભ્યશ્રી માન. જયદ્રથસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો.

સન ફાર્મા કંપનીના પ્લાન્ટ સી.એસ.આર હેડ પ્રતિકભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સન ફાર્મા કંપનીના બ્રજેશભાઈ ચૌધરી, ભદ્રેશભાઈ પટેલ તથા ભાસ્કરભાઈ ધારીવાલ હાજર રહેલ હતા તથા અન્ય મહેમાનશ્રીઓમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા ભાજપ પ્રમુખશ્રી, તલાવડી ના સરપંચશ્રી તથા અન્ય નેતાઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here