વડોદરાના જુમ્મા મસ્જિદવાળા પીરબાબાનો 36મો વાર્ષિક ઉર્ષનો જુલૂસે સંદલ સાથે ભવ્ય પ્રારંભ

હાલોલ, (પંચમહાલ) ઈરફાન શેખ :-

નિસ્વાર્થ ભાવે કોઈ પણ નાત જાતના ભેદભાવ વિના માનવતાની સેવા કરનાર સુફિવાદના પ્રચારક અને કાદરી વંશની 25 મી પેઢીના સૂફી પીર સૈયદ અઝીમે મિલ્લત કે જેમને ઇ.સ.1950માં જુમ્મા મસ્જીદ ખાતે આધ્યાત્મિક ધામ ખાનકાહે એહલે સુન્નતની સ્થાપના કરી આજીવન સેવાકાર્યો થકી જુમ્મા મસ્જિદ વાળા પીર બાબાના નામે લોક હ્રદયમાં બિરાજમાન થયા.હાલ તેમનો 36 મો વાર્ષિક ઉર્ષ હોય જુલૂસે સંદલ સાથે ભક્તિમય વાતાવરણમાં ઉર્ષ અઝીમીનો આરંભ થયો હતો.રવિવારે બપોરે 3 કલાકે ગૌસિયા મંજિલ અજબડીમિલ પાસેથી ગાદીપતી હજરત સૈયદ મોઈનુદ્દિન જીલાની કાદરી સાહેબની આગેવાનીમાં સંદલનું જુલૂસ નીકળ્યું હતું.જેમાં મહાન પયગમ્બર સાહેબ અને તેમના પ્રિય સાથીઓ,અને સૂફી જગતના વિવિધ સંત- ઓલિયાના ભક્તિગીતો સાથે વડોદરા ઉપરાંત હાલોલ,કાલોલ,સુરત,પેટલાદ, વગેરે વિવિધ શહેરોના રિફાઈ ગ્રુપના ભાવિકોએ ડફ નગારાના કર્ણપ્રિય કાવ્યો સાથે જનમેદની ભક્તિમય બનાવી દીધી હતી.નોંધનીય છે કે જુલુસમાં સામેલ ગાદીપતિ તેમજ દેશભરના વિવિધ ગાદીપતિઓનું માત્ર મુસ્લીમ સમુદાય જ નહિ પરંતુ મહેતાપોળ,બાવચાવળ વગેરે દરેક વિસ્તારના દરેક સમુદાયના આગેવાનો દ્વારા ઠેકઠેકાણે ફૂલહાર તેમજ ઉર્ષના વધામણાના બેનરો લગાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.જ્યારે આ વિશાળ જુલુસમાં વિવિધ ખાનકાહોના ગાદીપતિઓ,આલીમો,ઇજનેરો,ડોકટરો,વકીલો સમેત બુદ્ધિજીવી શ્રદ્ધાળુઓએ હર્ષભેર હાજરી આપી હતી.અને મોડી સાંજે જુલૂસ મેમણ કોલોની ધનાની પાર્ક સ્થિત દરગાહ શરીફ પહોચ્યું હતું ત્યારબાદ સંદલ ચાદર અને ગુલપોશીની પરંપરાગત વિધિ થઇ હતી અને ગાદીપતિ ની સર્વ કલ્યાણની દુઆઓ બાદ કાદરી લંગરનું પણ આયોજન થયું હતું.સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્થાનિક પ્રશાસન અને પોલીસની કામગીરી પણ પ્રસંશનીય રહી હતી.જ્યારે આ પ્રસંગે સૈયદ મોઈનુદ્દીન બાબા કાદરી,સૈયદ અમિરુદ્દિંન બાબા કાદરી,સૈયદ કબિરુદ્દિંન બાબા કાદરી, સૈયદ જિયાઉદ્દિંન બાબા કાદરી,સૈયદ તાજુદ્દીન બાબા કાદરી ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here